દિલ્હીમાં પીએમ મોદી સાથે થયેલી બેઠકમાં થઈ આ મુદ્દે વાત, શરદ પવારે પ્રેસ કોન્ફરન્સમાં કર્યો ખુલાસો

|

Apr 06, 2022 | 5:58 PM

શરદ પવારે (NCP Chief Sharad Pawar) સ્પષ્ટ કર્યું કે મહારાષ્ટ્રમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓની કાર્યવાહી અંગે કોઈ વાત થઈ નથી. પરંતુ એમ જરૂર કહ્યુ કે, તેમણે પીએમ મોદીની (PM Modi) સામે સંજય રાઉત વિરુદ્ધ EDની કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પીએમને સ્પષ્ટ કહ્યું હતું કે તેમની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી ખોટી છે.

દિલ્હીમાં પીએમ મોદી સાથે થયેલી બેઠકમાં થઈ આ મુદ્દે વાત, શરદ પવારે પ્રેસ કોન્ફરન્સમાં કર્યો ખુલાસો
NCP Chief Sharad Pawar & PM Modi
Image Credit source: TV9 Marathi

Follow us on

‘મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરશે’

શરદ પવારે પણ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું કે તેઓ યુપીએ પ્રમુખ પદની રેસમાં નથી. તેઓ ચોક્કસપણે દેશમાં સમાન વિચારધારા ધરાવતા પક્ષોને એક કરવાનો પ્રયાસ કરશે. મહારાષ્ટ્ર અંગે તેમણે કહ્યું કે મહા વિકાસ આઘાડી સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરશે અને પછી આગામી પાંચ વર્ષ માટે ચૂંટણી જીતીને સરકાર બનાવશે.

શરદ પવારે  મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાના મુદ્દે કહીઆ વાત

‘કેબિનેટમાં ફેરબદલ નહીં, મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં નહીં આવે’

શરદ પવારે એ પણ સ્પષ્ટ કર્યું કે આ મહિને કેબિનેટમાં ફેરબદલના સમાચારમાં કોઈ તથ્ય નથી. કેબિનેટમાં કોઈ ફેરબદલ થશે નહીં. કોઈપણ મંત્રીને રાજીનામું આપવા માટે કહેવામાં આવશે નહીં. મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારે અઢી વર્ષ પૂરા કર્યા છે, બાકીના અઢી વર્ષ પૂરા કરશે.

Published On - 5:53 pm, Wed, 6 April 22

Next Article