CoWIN Portal: સર્વિસ પ્રોવાઈડર હવે સરળતાથી જાણી શકશે રસીકરણ થયું છે કે નહીં, કોવિન પોર્ટલ પર મળશે નવી સુવિધા

|

Nov 20, 2021 | 10:28 PM

આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નવી સુવિધા દ્વારા તમે તમારી રસીકરણ સ્થિતિ વિશે જાણી શક્શો, એક અધિકૃત સંસ્થા તરફથી એક વ્યક્તિના રસીકરણની સ્થિતી અને વિગતોને ચકાસવામાં અને પુનઃપ્રાપ્ત કરવામાં મદદ મળશે.

CoWIN Portal: સર્વિસ પ્રોવાઈડર હવે સરળતાથી જાણી શકશે રસીકરણ થયું છે કે નહીં, કોવિન પોર્ટલ પર મળશે નવી સુવિધા
Cowin Portal (Symbolic Image)

Follow us on

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિન પોર્ટલ (CoWIN Portal) પર એવી સેવા શરૂ કરી છે, જેના દ્વારા સેવા પ્રદાતાઓ હવે તેમની સંમતિથી CoWin પોર્ટલ પર વ્યક્તિની રસીકરણની સ્થિતિ ચકાસી શકે છે. શનિવારે આ માહિતી આપતાં એક અધિકારીએ કહ્યું કે આ સેવા કોઈપણ વ્યક્તિનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને નામ નાખવા ઉપરાંત સંમતિ માટે OTP આવ્યા બાદ તેની રસીકરણ સ્થિતિ તપાસવાની મંજૂરી આપે છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તેમણે કહ્યું કે આ સેવાનો ઉપયોગ સેવા પ્રદાતા – ખાનગી સંસ્થાઓ જેમ કે ટ્રાવેલ એજન્સીઓ, ઓફિસો, નોકરીદાતાઓ, મનોરંજન એજન્સીઓ અથવા IRCTC જેવી સરકારી એજન્સીઓ દ્વારા કરી શકાય છે, જેમના માટે વ્યક્તિની રસીકરણની સ્થિતિ ચકાસવી મહત્વપૂર્ણ છે. આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવી સુવિધા દ્વારા તમે તમારી રસીકરણ સ્થિતિ વિશે જાણી શક્શો, એક અધિકૃત સંસ્થા તરફથી એક વ્યક્તિના રસીકરણની સ્થિતી અને વિગતોને ચકાસવામાં અને પુનઃપ્રાપ્ત કરવામાં મદદ મળશે.

 

‘લોકોને રસી લગાવવા અને કોવિડ-19ને હરાવવા પ્રેરિત કરો’

જે લોકોનું રસીકરણ થઈ ગયું છે તેઓ પણ તેમની રસીકરણ સ્થિતિ સોશિયલ મીડિયા પર શેર કરી શકે છે અને અન્ય લોકોને રસી લેવા માટે પ્રેરણા આપી શકે છે. બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું કે હવે તમારો વેક્સિન બેજ બતાવો! કોવિન પોર્ટલ દ્વારા બે સરળ પગલાઓમાં તમારા મિત્રો અને પરિવાર સાથે તમારી રસીકરણની સ્થિતિ શેર કરો. નામ અને મોબાઈલ નંબર દાખલ કરો. OTP દાખલ કરો. લોકોને રસી લગાવવા અને કોવિડ-19ને હરાવવા માટે પ્રેરિત કરો.

 

નેશનલ હેલ્થ ઓથોરિટીના સીઈઓ આરએસ શર્માએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે હવે કોવિન દ્વારા સંપૂર્ણ/આંશિક રીતે વેક્સીનેટેડ બેજ ડાઉનલોડ કરો અને તેને તમારા તમામ સોશિયલ પ્લેટફોર્મ પર તમારા મિત્રો સાથે શેર કરો. તમારા પરિવાર અને મિત્રોને તમારુ અનુકરણ કરવા અને ‘કોવિડ સામે લડવા’ માટે પ્રોત્સાહિત કરો. આ સેવા વ્યક્તિઓના રસીકરણની સ્થિતિને ચકાસવામાં મદદ કરે છે.

 

આ સેવાનો ઉપયોગ ટ્રાવેલ એજન્સીઓ દ્વારા કરી શકાય છે અને આ રસીકરણ કરાયેલ વ્યક્તિઓને મુસાફરીની મંજૂરી આપીને મુસાફરીને સુરક્ષિત બનાવવામાં મદદ કરે છે. અધિકારીએ કહ્યું કે નોકરીદાતાઓ આ સેવાનો ઉપયોગ કર્મચારીઓની રસીકરણની સ્થિતિને ચકાસવા અને ઓફિસો, કાર્યસ્થળો વગેરેમાં ફરીથી કામ શરૂ કરવા માટે કરી શકે છે. તેમણે કહ્યું કે આ સેવા દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવામાં મદદ કરશે.

 

આ પણ વાંચો :  Kangana Ranaut Controversy: કોંગ્રેસે કંગના રનૌત વિરુદ્ધ કરી ફરિયાદ, મહારાષ્ટ્રના અકોલામાં અભિનેત્રી વિરુદ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવાની કરી માંગ

 

Next Article