સીરમ ઇન્સ્ટિટ્યૂટે કોવિડ રસી કોવોવેક્સના ઈમરજન્સી ઉપયોગ માટે DCGIની મંજૂરી માંગી

|

Oct 29, 2021 | 11:31 PM

આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત બીજા અને ત્રીજા તબક્કાના અભ્યાસમાં 1400 થી વધુ સહભાગીઓને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો હતો.

સીરમ ઇન્સ્ટિટ્યૂટે કોવિડ રસી કોવોવેક્સના ઈમરજન્સી ઉપયોગ માટે  DCGIની મંજૂરી  માંગી
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ શુક્રવારે કટોકટીની પરિસ્થિતિઓમાં મર્યાદિત ઉપયોગ માટે કોવિડ-19 રસી 'કોવોવૅક્સ'ની મંજૂરી માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાની મંજૂરી માંગી હતી. (સાંકેતીક તસવીર)

Follow us on

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ (Serum Institute of India) શુક્રવારે ઈમરજન્સી પરિસ્થિતિઓમાં મર્યાદિત ઉપયોગ માટે કોવિડ-19 રસી ‘કોવોવૅક્સ’ (Covovax) ની મંજૂરી અંગે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાની (Drugs Controller General of India) મંજૂરી માંગી હતી. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી. કંપનીએ ભારતીય પુખ્ત વયના લોકો પર બીજા / ત્રીજા ચરણની ક્લિનિકલ સ્ટડી રિપોર્ટ, નોવાવેક્સ યુકેનો વચગાળાનો રિપોર્ટ અને યુએસએ-મેક્સિકો ત્રીજા તબક્કાનો ક્લિનિકલ અભ્યાસ અને DCGI ઑફિસ તરફથી પુછવામાં આવેલા પ્રશ્નોના જવાબો સબમિટ કર્યા છે.

એવું માનવામાં આવે છે કે, SIIના સરકાર તેમજ નિયામક મામલોના નિર્દેશક પ્રકાશ કુમાર સિંહે DCGIને આપેલી અરજીમાં કહ્યું છે કે, અભ્યાસના ડેટાથી સલામતીની કોઈ ચિંતાઓ ઊભી થઈ રહી નથી અને covovax પુખ્ત વસ્તી માટે સલામત છે. એક સત્તાવાર સૂત્રએ અરજીમાં પ્રકાશ કુમાર સિંહ દ્વારા કહેવામાં આવેલી વાતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમારી કોવોવેક્સની મંજુરી અને તેની ઉપલબ્ધતા કોવિડ -19 મહામારીથી લડવાની ભારતની ક્ષમતાને વધારે મજબૂત કરશે તેમજ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના આહ્વાન અનુરૂપ રસી સુરક્ષા સુનિશ્ચિત કરશે.

1400 થી વધુ સહભાગીઓને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો હતો
આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં બીજા અને ત્રીજા તબક્કાના અભ્યાસમાં 1400 થી વધુ સહભાગીઓને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો હતો અને હજુ સુધી સલામતીની કોઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી નથી. ઓગસ્ટ 2020 માં યુએસ સ્થિત રસી નિર્માતા Novavax Inc. એ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો અને ભારતમાં તેની COVID-19 રસી  NVX-CoV2373 વિકસાવવા અને તેનું વ્યાપારીકરણ કરવા SII સાથે લાયસન્સ કરારની જાહેરાત કરી.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

કોવિશિલ્ડ નિર્માતા SII મહારાષ્ટ્રમાં તેના મંજરી પ્લાન્ટમાં કોવોવેક્સનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે. ભારતે અનેક કોવિડ-19 રસીઓ માટે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે, તેમાં કોવિશિલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન અને રશિયન બનાવટની સ્પુટનિક વી. નો સમાવેશ થયો છે.

‘કોવોવેક્સ’ બાળકો પર ટ્રાયલ માટે ત્રીજી રસી છે
બાળકો માટે કોવિડ રસીની ટ્રાયલ ભારતમાં શરૂ થઈ છે અને આ જૂથ માટે નોંધણીની ઉંમર 2 થી 17 વર્ષ છે. કોવોવેક્સ રસી ભારત બાયોટેકની કોવેક્સિન અને ઝાયડસ કેડિલાની ઝાયકોવી-ડી પછી બાળકોમાં ટ્રાયલ કરવામાં આવનારી ત્રીજી કોવિડ રસી છે. ભારતની સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની વિષય નિષ્ણાત સમિતિ (SEC) એ ભલામણ કરી હતી કે કંપનીને 7 થી 11 વર્ષની વયના બાળકો પર આ રસીનું પરીક્ષણ કરવાની મંજૂરી આપવી જોઈએ.

આ પણ વાંચો :  PM Jan Dhan Yojana : સાત વર્ષમાં અત્યાર સુધીમાં ખોલાયા 44 કરોડ ખાતા, વિનામુલ્યે મળે છે 2 લાખનો વીમો, જાણો સંપૂર્ણ માહિતી

Next Article