આત્મનિર્ભર ભારત : ટાટાને સૈન્યનો સૌથી મોટો ઓર્ડર મળી શકે છે, એરબસ સાથે મળીને એરફોર્સ માટે વિમાન બનાવશે

Atmanirbhar Bharat: ટાટા (TATA)-એરબસ(AIRBUS) સંયુક્તપણે ભારતીય એરફોર્સ માટે ટ્રાન્સપોર્ટર એરબસ સી-295 નું ઉત્પાદન કરી શકે છે. 15 હજાર કરોડના સોદાને કેબિનેટ કમિટી ઓફ સિક્યુરિટી (CSS) દ્વારા મંજૂરી મળવાની જોકે હજુ બાકી છે.

આત્મનિર્ભર ભારત : ટાટાને સૈન્યનો સૌથી મોટો ઓર્ડર મળી શકે છે, એરબસ સાથે મળીને એરફોર્સ માટે વિમાન બનાવશે
Airbus C-295 Aircraft
| Edited By: | Updated on: Feb 06, 2021 | 10:05 AM

Atmanirbhar Bharat: ટાટા (TATA)-એરબસ(AIRBUS) સંયુક્તપણે ભારતીય એરફોર્સ માટે ટ્રાન્સપોર્ટર એરબસ સી-295 નું ઉત્પાદન કરી શકે છે. 15 હજાર કરોડના સોદાને કેબિનેટ કમિટી ઓફ સિક્યુરિટી (CSS) દ્વારા મંજૂરી મળવાની જોકે હજુ બાકી છે. આ અંતર્ગત કુલ 56 વિમાન બનાવવામાં આવશે.

આગામી પાંચ વર્ષમાં 2,500 નવી નોકરીની તક
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પહેલીવાર થશે જ્યારે ભારતમાં આટલું મોટું સૈન્ય વિમાન બનાવવામાં આવશે. સી-295 એરો ઇન્ડિયા શોમાં ફોક્સ રહ્યું હતું. એરબસે કહ્યું કે આનાથી આવતા પાંચ વર્ષમાં લગભગ 2500 નવી કુશળ રોજગારની તકો ઉભી થશે. માનવામાં આવે છે કે ‘મેક ઈન ઈન્ડિયા’ અંતર્ગત આ સૌથી મોટો પ્રોજેક્ટ હશે. સંરક્ષણ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ તે એરફોર્સ શામેલ એવ્રો ફ્લીટનું સ્થાન લેશે.

HAL સાથે 83 તેજસ માટે ડીલ કરાઈ
રિપોર્ટ પ્રમાણે કોસ્ટગાર્ડ અને નેવીની માંગ પર પણ વિમાનની સંખ્યામાં વધારો કરી શકાય છે. અગાઉ, સરકાર અને હિન્દુસ્તાન એરોનોટિકલ્સ (HAL) વચ્ચે 83 એલસીએ તેજસ માર્ક-1 એ, જેટ બનાવવાની સોદો થયો હતો. આ સોદો લગભગ 48 હજાર કરોડનો છે.