Seema Haider Part 2: હવે પોલેન્ડની એક મહિલા 6 વર્ષની બાળકી સાથે પહોચી ભારત, ઝારખંડના યુવક સાથે કરશે લગ્ન

|

Jul 22, 2023 | 11:42 AM

પોલેન્ડની રહેવાસી બાર્બરા પોલેક કહે છે કે તે શાદાબ સાથે ઈન્સ્ટાગ્રામ દ્વારા જોડાયેલી હતી. અમે ધીમે ધીમે વાત કરવાનું શરૂ કર્યું અને ક્યારે અમે પ્રેમમાં પડી ગયા એ ખ્યાલ જ ના રહ્યો. હવે આ 49 વર્ષની મહિલા શાદાબ સાથે લગ્ન કરવા માંગે છે, તેથી તે ભારત આવી છે.

Seema Haider Part 2: હવે પોલેન્ડની એક મહિલા 6 વર્ષની બાળકી સાથે પહોચી ભારત, ઝારખંડના યુવક સાથે કરશે લગ્ન
Image Credit source: Google

Follow us on

આ દિવસોમાં દેશભરમાં સીમા હૈદરની લવ સ્ટોરીની ચારેબાજુ ચર્ચા છે. એટીએસ સતત તેની પૂછપરછ કરી રહી છે અને ઘણા લોકો સીમા હૈદર પર પાકિસ્તાની જાસૂસ હોવાનો આરોપ પણ લગાવી રહ્યા છે. આ દરમિયાન ઝારખંડમાંથી આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં હજારીબાગનો એક યુવક પોલેન્ડની એક મહિલા સાથે પ્રેમમાં છે, જે તેની છ વર્ષની પુત્રી સાથે તેના ગામ પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: Seema Haider case : ન રજિસ્ટરમાં નામ, ન પશુપતિનાથ મંદિરમાં પ્રવેશનો ઉલ્લેખ, શું છે સીમા હૈદરના લગ્નનું રહસ્ય ?

પોલેન્ડની રહેવાસી બાર્બરા પોલેક કહે છે કે તે શાદાબ સાથે ઈન્સ્ટાગ્રામ દ્વારા જોડાયેલી હતી. અમે ધીમે ધીમે વાત કરવાનું શરૂ કર્યું અને ક્યારે અમે પ્રેમમાં પડી ગયા એ ખ્યાલ જ ના રહ્યો. હવે આ 49 વર્ષની મહિલા શાદાબ સાથે લગ્ન કરવા માંગે છે, તેથી તે ભારત આવી છે. તેણી કહે છે કે તે શાદાબ અને તેના ગામને ખૂબ પ્રેમ કરે છે અને હવે તે શાદાબ સાથે રહેવા માંગે છે.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

લોકડાઉનમાં વાતચીત શરૂ થઈ

શાદાબ કહે છે કે લોકડાઉન દરમિયાન યુરોપમાં પોલેન્ડની રહેવાસી બાર્બરા પોલોક સાથે તેની વાતચીત થઈ હતી. ધીરે ધીરે મિત્રતા આગળ વધતી ગઈ અને હવે ભારત આવી ગઈ છે. તે કહે છે કે અમે બંને જલ્દી લગ્ન કરવા માંગીએ છીએ. ભારતમાં ખૂબ જ ગરમી પડે છે, તેથી શાદાબે બાર્બરા માટે બે એસી લગાવ્યા છે અને તેના માટે એક રંગીન ટીવી પણ ખરીદ્યું છે.

બાર્બરા છૂટાછેડા લીધેલી છે

બાર્બરા કહે છે કે શાદાબ ખૂબ જ સારા વ્યક્તિ છે અને તે તેની સાથે ખૂબ જ ખુશ છે. બંને સાથે રહેવા માંગે છે. મળતી માહિતી મુજબ, બાર્બરા પરિણીત છે અને તેના છૂટાછેડા પણ થઈ ચૂક્યા છે. તેણીને તેના પહેલા લગ્નથી છ વર્ષની એક પુત્રી પણ છે, જે શાદાબને પિતા તરીકે બોલાવે છે. બાર્બરા હાલમાં શાદાબના પરિવાર સાથે સામાજિક વ્યવહાર કરવાનો પ્રયાસ કરી રહી છે. તેથી જ તેઓએ ઘરના કામમાં પણ મદદ કરવાનું શરૂ કર્યું છે. બીજી તરફ મામલાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ શાદાબના ઘરે પહોંચી ગઈ હતી. તેણે બાર્બરાનો પાસપોર્ટ અને વિઝા ચેક કર્યા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article