ધર્માંતરણ પર કસાયો સકંજો: વિપક્ષના હોબાળા વચ્ચે કર્ણાટક વિધાનસભામાં ધાર્મિક સ્વતંત્રતા રક્ષણ બિલ 2021 પસાર

|

Dec 23, 2021 | 7:49 PM

ધર્માંતરણ વિરોધી બિલ પાસ થવા પર કર્ણાટકના મંત્રી ડૉ. અશ્વથનારાયણે કહ્યું કે આ બહુપ્રતિક્ષિત બિલ હતું. આનાથી પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત થશે.

ધર્માંતરણ પર કસાયો સકંજો: વિપક્ષના હોબાળા વચ્ચે કર્ણાટક વિધાનસભામાં ધાર્મિક સ્વતંત્રતા રક્ષણ બિલ 2021 પસાર
Karnataka Legislative Assembly. (file photo)

Follow us on

વિપક્ષના ભારે હોબાળા વચ્ચે ગુરુવારે કર્ણાટક વિધાનસભામાં (Karnataka Assembly) ધર્મ સ્વતંત્રતાના અધિકારનું રક્ષણ બિલ, 2021 પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ પાસ થવા પર કર્ણાટકના મંત્રી ડૉ. અશ્વથનારાયણે કહ્યું કે આ બહુપ્રતિક્ષિત બિલ હતું. આનાથી પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત થશે. આ એક દુરંદેશી બિલ છે. જે હાલમાં સામનો કરવામાં આવી રહેલા ઘણા પડકારોનું સમાધાન કરશે. સાથે જ એમ પણ કહ્યું કે, આ બિલ સમાજમાં સદ્ભાવ પેદા કરશે.

આ પહેલાં કર્ણાટક પ્રોટેક્શન ઑફ રાઈટ ટુ રિલિજિયન બિલ, 2021 પર ચર્ચામાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે, આ બિલ માટે સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની અગાઉની કોંગ્રેસ સરકાર જવાબદાર છે. પોતાના દાવાના સમર્થનમાં ભાજપે કેટલાક દસ્તાવેજો ગૃહના ટેબલ પર મૂક્યા હતા. આ પછી કોંગ્રેસ સંરક્ષણાત્મક મુદ્રામાં જોવા મળી હતી.

આજનું રાશિફળ તારીખ : 29-11-2024
Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?

વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ શાસક પક્ષના દાવાને નકારી કાઢ્યો હતો

હવે વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ શાસક પક્ષના દાવાને નકારી કાઢ્યો છે. જો કે, પાછળથી સ્પીકરના કાર્યાલયમાં રેકોર્ડ જોયા પછી, તેમણે સ્વીકાર્યું કે મુખ્ય પ્રધાન તરીકે તેમણે માત્ર ડ્રાફ્ટ બિલને કેબિનેટ સમક્ષ મૂકવા માટે કહ્યું હતું, પરંતુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. તેમણે કહ્યું કે, આ પ્રકારે તેને તેમની સરકારની ઈચ્છાના રૂપમાં જોઈ શકાય નહી.

સિદ્ધારમૈયાએ એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસે આ બિલનો સખત વિરોધ કર્યો હતો અને તેને “જનવિરોધી, અમાનવીય, બંધારણ વિરોધી, ગરીબ વિરોધી અને કઠોર” ગણાવ્યું હતું. તેમણે અનુરોધ કર્યો હતો કે તેને કોઈપણ કારણોસર પસાર કરવામાં ન આવે અને સરકારે તેને પાછું ખેંચી લેવું જોઈએ. કાયદા અને સંસદીય બાબતોના મંત્રી જેસી મધુસ્વામીએ આ બિલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બિલની શરૂઆત કેટલાંક બદલાવોની સાથે કર્ણાટકના વિધિ આયોગ દ્વારા 2016માં તત્કાલીન કોંગ્રેસ સરકારની સલાહ હેઠળ કરવામાં આવી હતી.

કર્ણાટક કેબિનેટે સોમવારે આ બિલને મંજૂરી આપી હતી. રાજ્યના ગૃહ પ્રધાન અર્ગ જ્ઞાનેન્દ્રએ કહ્યું હતું કે જે લોકો ધર્મ પરિવર્તન કરવા માગે છે તેઓ તેમનો મૂળ ધર્મ અને તેની સાથે સંકળાયેલી સુવિધાઓ અને લાભો ગુમાવશે, જેમાં અનામતનો પણ સમાવેશ થાય છે. જો કે, વ્યક્તિ જે પણ ધર્મ અપનાવશે, તે ધર્મનો લાભ મળવાની સંભાવના રહેશે.

આ પણ વાંચો : Maharashtra: આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી આપનારની બેંગ્લોરમાંથી ધરપકડ, પોતાને ગણાવી રહ્યો છે સુશાંત સિંહ રાજપૂતનો ફેન

Published On - 7:42 pm, Thu, 23 December 21

Next Article