કોરોનાની (Delhi Corona Update) ગતી ધીમી પડતાની સાથે જ દિલ્હીમાં લાદવામાં આવેલા નિયંત્રણો પણ હવે ધીમે ધીમે હળવા કરવામાં આવી રહ્યાં છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) ની આજની બેઠકમાં, શાળાઓ, કોલેજો, કોચિંગ સંસ્થાઓ અને જીમ ફરીથી ખોલવા માટે સંમતિ આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં કોવિડ-19ના કેસોમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને જીમ ખોલવા માટે સર્વસંમતિ સધાઈ છે. ડીડીએમની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હાલમાં દિલ્હીમાં રાત્રી કર્ફ્યુ હટાવવામાં આવશે નહીં. જો કે કર્ફ્યુનો સમય બદલીને 10 વાગ્યાને બદલે 11 વાગ્યાનો કરવામાં આવ્યો છે. નાઇટ કર્ફ્યુ સવારે 5 વાગ્યા સુધી રહેશે.
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની મીટિંગના એક દિવસ પહેલા, જીમ અને સ્પા સંચાલકોએ માંગ કરી હતી કે કોરોનાનું સંક્રમણ ઓછુ થયુ છે. ત્યારે હવે તમામ ફિટનેસ સેન્ટર ખોલવા જોઈએ. અધિકારીઓનું કહેવું છે કે કોરોનાના વધતા જતા કેસો વચ્ચે તબક્કાવાર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. સંક્રમણ દર પાંચ ટકાથી નીચે પહોંચી ગયો છે. આ સિવાય દિલ્હી જિમ એસોસિએશન દ્વારા ફિટનેસ સેન્ટર જલ્દી ખોલવાની વિનંતી કરવામાં આવી હતી. જેને ધ્યાને રાખીને કેટલીક ગાઈડલાઈન સાથે જીમને ખોલવા મંજૂરી આપવામાં આવી છે.
તમામ રેસ્ટોરન્ટ હવે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
ડીડીએમએની (DDMA) બેઠક બાદ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ જણાવ્યું કે હવે તમામ રેસ્ટોરન્ટ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. તમામ સરકારી અને ખાનગી કચેરીઓને 100 % ક્ષમતા પર કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જીમ અને સ્વિમિંગ પુલ પણ ફરી ખોલવામાં આવશે.
ડીડીએમએની આજે મળેલ મીટિંગના એક દિવસ પૂર્વે, જીમ અને સ્પા સંચાલકોએ માંગ કરી હતી કે સંક્રમણ ઓછુ થયા પછી, હવે તમામ ફિટનેસ સેન્ટર ખોલવા જોઈએ. અધિકારીઓનું કહેવું છે કે કોરોનાના વધતા જતા કેસો વચ્ચે તબક્કાવાર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. સંક્રમણના દર પાંચ ટકાથી નીચે પહોંચી ગયો છે. આ સિવાય દિલ્હી જિમ એસોસિએશન દ્વારા ફિટનેસ સેન્ટર જલ્દી ખોલવાની વિનંતી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
Published On - 1:00 pm, Fri, 4 February 22