School Reopening: દેશભરમાં શાળાઓ ખોલવાની માગ, સુપ્રીમ કોર્ટે અરજી પર લીધો આ નિર્ણય

દિલ્હીના 12 માં ધોરણના વિદ્યાર્થીએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને દેશભરની શાળાઓ ફરીથી ખોલવાની માગ કરી હતી.

School Reopening: દેશભરમાં શાળાઓ ખોલવાની માગ, સુપ્રીમ કોર્ટે અરજી પર લીધો આ નિર્ણય
Supreme Court
| Edited By: | Updated on: Sep 20, 2021 | 2:02 PM

કોરોના વાયરસના (Corona Virus) ઘટતા કેસો વચ્ચે દેશભરમાં શાળાઓ (Schools) ખોલવાની માગ ઉઠી છે. દિલ્હીના 12 માં ધોરણના વિદ્યાર્થીએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અરજી કરીને દેશભરની શાળાઓ ફરીથી ખોલવાની માગ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટતા કરી છે કે તે આ બાબતે કેન્દ્ર સરકાર અથવા રાજ્યોને નિર્દેશ આપી શકતી નથી.

સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે અરજી ફગાવી દેતા કહ્યું કે, તેઓ તેને પબ્લિસિટી સ્ટંટ નથી કહી રહ્યા, પરંતુ બાળકોએ તેમાં ભાગ ન લેવો જોઈએ. તમારે તમારા ક્લાયન્ટને બંધારણીય પગલાં અપનાવવાને બદલે અભ્યાસ કરવાની સલાહ આપવી જોઈએ. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, સરકારો જવાબદાર છે અને બાળકો શાળાએ જવાની જરૂરિયાત અંગે જાગૃત છે. અમે તેમને શાળામાં મોકલવા માટે ન્યાયિક હુકમનામું કહી શકતા નથી. તે પણ જ્યારે ત્રીજી લહેરને રોકવા માટે રસીકરણ ચાલી રહ્યું છે.

કોર્ટ આ મુદ્દે નિર્દેશ જારી કરી શકતી નથી

જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, મને નથી લાગતું કે આ એવા મુદ્દાઓ છે, જ્યાં અદાલતોએ સામાન્ય નિર્દેશો જારી કરવા જોઈએ. શાસનની જટિલતા એક મુદ્દો છે જેમાં કોર્ટ નિર્દેશ જારી કરી શકતી નથી. એડવોકેટ આર.પી. મેહરોત્રાએ કોર્ટમાં દલીલ કરી હતી કે, આ અરજી પ્રચાર માટે કરવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે આ કેસને ફગાવી દીધો અને કહ્યું કે ચાલો આપણે તેને નાગરિકો દ્વારા અપનાવાયેલી લોકશાહી જીવનશૈલી પર છોડી દઈએ. કેસો ક્યાં વધ્યા છે અને પરિસ્થિતિ શું છે તેની તપાસ સરકાર અને સ્થાનિક અધિકારીઓ પર છોડી દો.

 

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગૃહમંત્રી અમિત શાહની દિલ્હીમાં શુભેચ્છા મુલાકાત લીધી

આ પણ વાંચો : ભિખારીઓના કલ્યાણ પર 200 કરોડ ખર્ચ કરશે સરકાર ! રહેવા-જમવાથી લઈને ભણતર-ટ્રેઇનીંગ સહિત બધુ જ FREE