Twin Tower Demolition : ઘર ખરીદનારાઓને વળતર આપવા માટે એક કરોડ જમા કરો, SCનો આદેશ

|

Aug 26, 2022 | 4:32 PM

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ત્યાં રહેલા તમામ રોકાણકારોને તેમના પૈસા વ્યાજ સહિત પરત મળશે. કેસની સુનાવણી દરમિયાન મિકસ ક્યુરીએ કોર્ટને કહ્યું કે. ઘર ખરીદનારાઓને દર મહિને થોડા પૈસા મળે તો સારું રહેશે.

Twin Tower Demolition : ઘર ખરીદનારાઓને વળતર આપવા માટે એક કરોડ જમા કરો, SCનો આદેશ
Twin Tower Demolition: વળતર માટે ઘર ખરીદનારાઓને એક કરોડ જમા કરો, SCનો આદેશ

Follow us on

Twin Tower Demolition: નોઈડાના સુપરટેક ટ્વીન ટાવર્સ (Twin Tower)ને તોડી પાડવાના મામલામાં રોકાણકારોની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, આઈપીઆર 30 સપ્ટેમ્બર સુધીમાં જમા કરાવવી પડશે. જે ઘર ખરીદનારાઓને પરત કરવામાં આવશે. કોર્ટે આ સમય દરમિયાન સ્પષ્ટ કર્યું છે કે, ત્યાં રહેલા તમામ રોકાણકારોને તેમના પૈસા વ્યાજ સહિત પરત મળશે. કેસ (case)ની સુનાવણી દરમિયાન મિકસ ક્યુરીએ કોર્ટને કહ્યું કે ઘર ખરીદનારાઓને દર મહિને થોડા પૈસા મળે તો સારું રહેશે. અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, ખરીદદારોના 5.15 કરોડ રૂપિયા બાકી છે. આ મામલે સીઆરબી અને સુપરટેકના અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી છે. જો કે કોર્ટ આ મામલે આગામી સુનાવણી ઓક્ટોબરમાં કરશે.

ટ્વીન ટાવર્સમાં ઘર ખરીદનારાઓની કુલ સંખ્યા 38

અગાઉ સુનાવણીમાં કોર્ટે આદેશ આપ્યો હતો કે, જો ઘર ખરીદનારાઓએ લોન લીધી હોય તો ડેવલપરે સંપૂર્ણ રકમ પરત કરવી પડશે. ટ્વીન ટાવર્સમાં ઘર ખરીદનારાઓની કુલ સંખ્યા 38 છે.જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની ત્રણ જજની બેન્ચે કહ્યું કે, “ઘર ખરીદનારાઓનું હિત સર્વોપરી છે અને તેમને જે પણ બાકી છે તે પાછું મળવું જોઈએ. દરેક ખરીદનારને તેની બાકી રકમ ચૂકવવામાં આવશે. અમે આ મહિને થોડી રકમની વ્યવસ્થા કરીશું.

બિલ્ડીંગ તોડી પાડવાનો આદેશ ગયા વર્ષે આપવામાં આવ્યો હતો

31 ઓગસ્ટ, 2021ના રોજ સુપ્રીમ કોર્ટે નોઈડાના સેક્ટર 93Aમાં સુપરટેકની એમેરાલ્ડ કોર્ટ હાઉસિંગ સોસાયટીની અંદર બિલ્ડીંગ પેટા-નિયમોનું ઉલ્લંઘન કરીને બાંધવામાં આવેલા ટ્વીન ટાવરને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ સાથે કોર્ટે ઘર ખરીદનારાઓને તેમના પૈસા પરત કરવાનો આદેશ પણ આપ્યો હતો.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન

બંને ટાવર 28 ઓગસ્ટે તોડી પાડવામાં આવશે

ટ્વીટ ટાવર્સ રવિવારે તોડી પાડવામાં આવશે. તેને તોડી પાડતા પહેલા કોઈપણ પ્રકારની મોકડ્રીલ કરવામાં આવશે નહીં. ટીમે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હવે તેનું માત્ર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે તેમને બિલ્ડિંગમાં તોડી પાડવામાં આવશે, ત્યારે એક્સપ્રેસ વે અડધા કલાક માટે બંધ રહેશે. આસપાસની સોસાયટીના લોકોને પણ ઘરમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં કોલોનીના રહેવાસીઓની વિનંતી પર વહીવટીતંત્રે રખડતા કૂતરાઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરી છે.

Next Article