નુપુર શર્માને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે દિલ્હી ટ્રાન્સફર કર્યા તમામ કેસ, હાલમાં નહીં થાય ધરપકડ

|

Aug 10, 2022 | 4:50 PM

સુનાવણી દરમિયાન નુપુર શર્માના વકીલ મનિન્દર સિંહે કહ્યું કે અમે ઝુબેર કેસમાં જે આદેશ આપ્યો છે તે જ આદેશની માંગ કરી રહ્યા છીએ કે તમામ કેસ એક જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે. તમામ કેસોને એકસાથે લિંક કરો અને તેને દિલ્હી ટ્રાન્સફર કરો, કારણ કે દિલ્હીમાં પ્રથમ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

નુપુર શર્માને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે દિલ્હી ટ્રાન્સફર કર્યા તમામ કેસ, હાલમાં નહીં થાય ધરપકડ
Image Credit source: File Image

Follow us on

નુપુર શર્મા (Nupur Sharma) વિરુદ્ધ ચાલી રહેલા તમામ કેસોને દિલ્હી (Delhi) ટ્રાન્સફર કરવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે નુપુર શર્મા વિરુદ્ધ દેશના અલગ-અલગ રાજ્યોમાં નોંધાયેલી તમામ FIR (કેસો)ને ક્લબ કરીને દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ ધરપકડ પર રોક લગાવવાનો વચગાળાનો આદેશ પણ ચાલુ રહેશે. કોર્ટે આ આદેશ નુપુર શર્માના જાન-માલને જોખમને ધ્યાનમાં રાખીને આપ્યો કર્યો છે. ઝુબેરના કેસમાં જાહેર કરાયેલા આદેશને ધ્યાનમાં રાખીને કોર્ટે આ આદેશ નુપુર કેસમાં આપ્યો છે.

સુનાવણી દરમિયાન નુપુર શર્માના વકીલ મનિન્દર સિંહે કહ્યું કે અમે ઝુબેર કેસમાં જે આદેશ આપ્યો છે તે જ આદેશની માંગ કરી રહ્યા છીએ કે તમામ કેસ એક જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે. તમામ કેસોને એકસાથે લિંક કરો અને તેને દિલ્હી ટ્રાન્સફર કરો, કારણ કે દિલ્હીમાં પ્રથમ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

નૂપુરના વકીલે શું કહ્યું?

સુનાવણી દરમિયાન પશ્ચિમ બંગાળના વકીલે કહ્યું કે દિલ્હીમાં નોંધાયેલી પહેલી FIR અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હતી. નામ વાળી એફઆઈઆર મહારાષ્ટ્રમાં નોંધવામાં આવી હતી. નુપુરના વકીલે કહ્યું કે મારા અસીલનો જીવ જોખમમાં છે. આ ધ્યાનમાં રાખવું જોઈએ. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ હકીકતનું સંપૂર્ણ ધ્યાન રાખીશું.

નૂપુરના વકીલે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે પહેલી એફઆઈઆર દિલ્હીમાં નોંધવામાં આવી હતી. બીજી બાજુના વકીલ દ્વારા કહેવામાં આવ્યું કે દિલ્હીમાં નોંધાયેલી FIRમાં નૂપુર શર્માએ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધાવી હતી. આમાં તે પોતે ફરિયાદી છે. તે જ સમયે, પશ્ચિમ બંગાળ તરફથી નૂપુર કેસમાં વિશેષ તપાસ ટીમની રચના કરવાની માંગ કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે 26 મેના રોજ ટીવી ચેનલમાં નૂપુરના નિવેદન બાદ દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ સહિત 8 રાજ્યમાં FIR નોંધવામાં આવી હતી. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે નુપુરની ધરપકડ પર રોક લગાવી દીધી હતી.

Next Article