રાજસ્થાન(Rajasthan)માં કોંગ્રેસની અંદર છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલી આંતરકલહ મંગળવારે સામે આવ્યો છે. કોંગ્રેસ નેતા સચિન પાયલટે પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત પર ખુલ્લેઆમ નિશાન સાધ્યું. તેમણે કહ્યું, અમે અશોક ગેહલોતનું છેલ્લું ભાષણ સાંભળ્યું, આ ભાષણ સાંભળ્યા પછી મને લાગે છે કે તેમના (અશોક ગેહલોત) નેતા સોનિયા ગાંધી નહીં પરંતુ તેમના નેતા વસુંધરા રાજે સિંધિયા છે.
આ પણ વાંચો: Big Breaking : મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, જોફ્રા આર્ચર IPL 2023માંથી બહાર આ ખેલાડીને તક મળી
અશોક ગેહલોતના નિવેદનનો ઉલ્લેખ કરતા સચિન પાયલટે કહ્યું કે, એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ અમારી સરકારને તોડી પાડવાનું કામ કરી રહી છે. બીજી તરફ તેઓ કહી રહ્યા છે કે અમારી સરકાર વસુંધરા રાજેએ બચાવી હતી. આ નિવેદનમાં ઘણો વિરોધાભાસ છે. મને લાગે છે કે આની સ્પષ્ટતા થવી જોઈએ.
2020માં વિદ્રોહનો ઉલ્લેખ કરતા સચિન પાયલટે કહ્યું કે, અમે સરકારમાં નેતૃત્વ પરિવર્તન ઈચ્છતા હતા. અમે અમારી વાત પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ મૂકી છે. અનેક રાઉન્ડની બેઠકો બાદ સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. આ પછી અમે બધાએ કોંગ્રેસને મજબૂત કરવા સખત મહેનત કરી. આ કાર્યકાળ અઢી વર્ષ સુધી ચાલ્યો, જેમાં અમારા દ્વારા અનુશાસન તોડવાનું કોઈ કાર્ય કરવામાં આવ્યું ન હતું.
પાયલોટે કહ્યું, મેં પહેલીવાર જોયું કે અમારી સરકાર, અમારા ધારાસભ્યો, અમારા નેતાઓને બદનામ કરવાનું કામ થઈ રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોને બદનામ કરવામાં આવી રહ્યા છે જ્યારે ભાજપના નેતાઓના વખાણ થઈ રહ્યા છે તે સમજની બહાર છે.
પાયલોટે કહ્યું, ગઈ કાલે અમારા પર આરોપો લગાવવામાં આવ્યા હતા. અમે અમારી પાર્ટી અને સરકારની છબીને નુકસાન પહોંચાડવા માંગતા ન હતા. તેઓ પોતાની જ સરકાર અને ધારાસભ્યોને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. આ કામ ખોટું છે, અમે બધા અમારી વાત રાખવા દિલ્હી ક્યા લોકો પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જેઓ 30-40 વર્ષથી જાહેર જીવનમાં છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 12:31 pm, Tue, 9 May 23