અમેરિકાની નફ્ફટાઈ, ત્રણ ભારતીય ખલાસીના મોત પર ભારતના વિરોધનો આપ્યો જવાબ, કહ્યુ નાકાબંધીનો ભંગ સહન નહીં થાય

ઓમાનના દરિયા કિનારા નજીક અમેરિકાના હુમલામાં ભારતીય ખલાસીઓના મોત બાદ ભારત અને અમેરિકા વચ્ચે કૂટનીતિક સ્તર વાતચીત ચાલી રહી છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ હોર્મુઝમાં નાકાબંધી ન તોડવાની સખ્ત ચેતવણી આપી છે.

અમેરિકાની નફ્ફટાઈ, ત્રણ ભારતીય ખલાસીના મોત પર ભારતના વિરોધનો આપ્યો જવાબ, કહ્યુ નાકાબંધીનો ભંગ સહન નહીં થાય
| Updated on: Jun 13, 2026 | 9:30 PM

 

અમેરિકાએ ઓમાનના સમુદ્રમાં એક જહાજ પર હુમલો કર્યો. એ જહાજમાં ભારતીય ખલાસીઓ સવાર હતા. અમેરિકાના હુમલામાં ત્રણ ભારતીય ખલાસીના મોત થયા છે. ભારતે તેનો કડક વિરોધ કર્યો અને હવે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો વચ્ચે ઉગ્ર વાતચીત થઈ હતી.

જયશંકર અને રુબિયો વચ્ચે શું વાતચીત થઈ?

શુક્રવારે, જયશંકરે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે વાત કરી હતી. તેમણે ભારતનો સખત વિરોધ નોંધાવ્યો હતો, નોંધ્યું હતું કે અખાતમાં યુએસ નેવીના હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓ માર્યા ગયા હતા. જયશંકરે X પર લખ્યું હતું કે સામાન્ય જહાજો સામે આવી ઘાતક કાર્યવાહી સંપૂર્ણપણે ગેરવાજબી છે.

રુબિયોએ શનિવારે જયશંકરને ફરી ફોન કર્યો અને કહ્યું હતું કે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટમાં તેના નાકાબંધીના કોઈપણ ઉલ્લંઘનને સહન કરશે નહીં. અમેરિકાએ તેનુ કડક વલણ જાળવી રાખ્યું હતું કે આ વિસ્તાર તેના નિયંત્રણ હેઠળ છે અને પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરી શકશે નહીં.

હુમલા અંગે ભારતની પ્રતિક્રિયા શું હતી?

તે કોઈ યુદ્ધ જહાજ નહોતું પણ ભારતીય નાગરિકો દ્વારા સંચાલિત માલનું પરિવહન કરતું એક સામાન્ય વેપારી જહાજ હતું. અમેરિકાએ તેના પર હુમલો કર્યો, જેના પરિણામે ત્રણ ભારતીયોના મોત થયા. આ કાર્યવાહી ભારતે સંપૂર્ણપણે ખોટી ગણાવી હતી.

આ હુમલા બાદ ભારતે શું પગલું ભર્યું?

ભારતે તાત્કાલિક અમેરિકા સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો. વિદેશ મંત્રાલયે ભારતમાં યુએસ ચાર્જ ડી’અફેર્સને બોલાવીને સ્પષ્ટપણે નારાજગી વ્યક્ત કરી.

MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારતીય ખલાસીઓને લઈ જતા જહાજો પરના હુમલા તાત્કાલિક બંધ થવા જોઈએ. તેમણે વધુ ભાર મૂક્યો હતો કે આ ક્ષેત્રમાં શાંતિ ફક્ત વાતચીત અને કૂટનીતિ દ્વારા જ થવી જોઈએ.

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું? શુક્રવારે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ભારતીય જહાજોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે લખ્યું, “ઈરાનનો ભારતીય જહાજો પર ડ્રોન હુમલો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તેમણે તાત્કાલિક પોતાના માર્ગો સુધારવા જોઈએ.”

Plane Crash: “એક આહ ભરી હોગી, હમને ન સુની હોગી..જાતે જાતે તુમને…” ચીસો.. ચિત્કાર… અને 1000 ડિગ્રી કરતા પણ વધુ તાપમાનમાં ભડથુ થઈ ગઈ 260 જિંદગી

Published On - 9:26 pm, Sat, 13 June 26

Follow Us