
કોઈપણ સંગઠનનો સમયની સાથે વિસ્તાર થતો રહે છે તો સમય અને પરિસ્થિતિ અનુસાર તેમા બદલાવ પણ સ્વાભાવિક છે. સંઘની સાથે પણ કંઈક આવુ જ જોવા મળ્યુ. જ્યારે સંઘની નિયમિત શાખા શરૂ થઈ તો તેના જન્મભૂમિને નમન કરતી એક પ્રાર્થના હતી. જેને ખુદ ડૉ કેશવ બલિરામ હેડગેવારે સહયોગીઓ સાથે મળીને તૈયાર કરાવી હતી. જો કે એ દિવસોમાં નાગપુરમાં મરાઠીની સાથે હિંદી પણ બોલાતી હતી તો આ પ્રાર્થના પણ હિંદીના કેટલાક શબ્દો સાથે મૂળ મરાઠીમાં જ હતી. સંઘમાં બદલાવ બહુ જલદી નથી થતા, તો 1939 સુધી ‘નમો માતૃભૂમિ’ પ્રાર્થના જ સંઘના કાર્યક્રમોમાં ગવાતી રહી. છત્રપતિ શિવાજી સાથે છે સંઘની પ્રાર્થનાનું કનેક્શન પરિવર્તન માટે પ્રેરણા સંઘના વિસ્તરણ અને છત્રપતિ શિવાજી મહારાજની સંસ્કૃતમાં લખાયેલી શાહી મહોરથી મળી. સંસ્કૃત દેશની એકમાત્ર ભાષા હતી, જે વિદેશી આક્રમણકારો દ્વારા પોતાની ભાષાઓ લાદવામાં આવી હોવા છતાં, ન માત્ર ભારતની પ્રાચીન સાંસ્કૃતિક કડી બની રહી, પરંતુ સમગ્ર દેશમાં પણ તેને માન્યતા આપવામાં આવી હતી. 1939 માં થયેલી એક બેઠકમાં, એવું નક્કી...
Published On - 10:19 pm, Thu, 2 October 25