Ghaziabad : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ની ઘટક સંસ્થા રાષ્ટ્રીય મુસ્લિમ મંચ દ્વારા ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદમાં ‘હિન્દુસ્તાની પ્રથમ, હિન્દુસ્તાન પ્રથમ’ વિષય પર એક કાર્યક્રમાં આયોજિત કરવામાં આવ્યો હતો. અ કાર્યક્રમમાં સરસંઘચાલક ડો.મોહન ભાગવતે ડો.ખ્વાજા ઇફ્તીખાર અહેમદ દ્વારા રચિત ‘ધ મિટિંગ્સ ઓફફ માઇન્ડ્સ: એ બ્રિજિંગ ઇનીશિએટિવ’ નામના પુસ્તકનું વિમોચન કર્યું હતું અને કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. ભાગવતે હિંદુ-મુસ્લિમ એકતા અંગે ઘણી વાતો કહી.
હિંદુ હોય કે મુસ્લિમ, તમામના DNA એક
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે કહ્યું કે તમામ ભારતીયોના DNA એક જેવા છે, પછી ભલે તે ગમે તે ધર્મના હોય. આ સાથે જ તેમણે કહ્યું કે હિન્દુ-મુસ્લિમ એકતા ભ્રામક છે કારણ કે તેઓ અલગ નથી, એક જ છે.તેમની પૂજા કરવાની રીતને આધારે તેમનામાં ભેદભાવ કરી શકાય નહીં. જો તેઓ એમ માનશે કે તેઓ એકબીજા સાથે જોડાયેલા નથી, તો બંને મુશ્કેલીમાં મુકાશે.
સંઘ લીન્ચિંગ કરનારા હિંદુત્વની વિરૂદ્ધ
મોહન ભાગવત (Mohan Bhagwat) એ કહ્યું સંઘ રાજકારણથી દૂર રહે છે. લિંચિંગ કરનારા હિંદુત્વની વિરુદ્ધ છે. મેં દિલ્હીના ભાષણમાં એમ પણ કહ્યું હતું કે જો કોઈ હિંદુ કહે છે કે એક પણ મુસ્લિમ અહીં નહીં રહે, તો તે હિંદુ હિંદુ નહીં રહે અને આ પહેલી વાર નથી કે મેં આ કહ્યું છે, આ પહેલા પણ કહેવામાં આવ્યું છે. આજે મને સંઘના સર્વોચ્ચ સ્થાને બેસાડવામાં આવ્યો છે, તેથી હું બોલું છું. પરંતુ આ શરૂઆતથી જ કહેવામાં આવ્યું છે. સંઘ તે સમયે નાનો હતો, તેથી તે સમયે કોઈએ સાંભળ્યું ન હતું. આપણા બધાના પૂર્વજો એક છે. હિતો જુદા હશે પણ સમાજ એક છે.
અહીં ફક્ત ભારતીય લોકોનું જ પ્રભુત્વ
મોહન ભાગવત (Mohan Bhagwat) એ કહ્યું કે આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ. તેમાં હિન્દુઓ અથવા મુસ્લિમોનું પ્રભુત્વ હોઈ શકે નહિ, અહીં ફક્ત ભારતીય લોકોનું જ પ્રભુત્વ હોઈ શકે છે. તેમણે કહ્યું કે, લઘુમતીના મગજમાં ભય પેદા થયો છે કે જો તમે હિંદુ રાષ્ટ્રમાં રહેશો તો રહેવું મુશ્કેલ બનશે, જે ખોટું છે. અન્ય સ્થળોએ મુશ્કેલ હશે, ભારતમાં બંધારણ તેમનું રક્ષણ કરે છે. હિન્દુસ્તાન એક રાષ્ટ્ર છે.