સરકારી પૈસે જાહેરખબર છપાવવા બદલ, આમ આદમી પાર્ટી પાસેથી વસૂલાશે 163.62 કરોડ

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ મુખ્ય સચિવને સરકારી જાહેરાતોની આડમાં પ્રકાશિત થતી રાજકીય જાહેરાતો માટે AAP પાસેથી રૂ. 97 કરોડ વસૂલવાનો નિર્દેશ આપ્યો હતો. દિલ્હીમાં સત્તારૂઢ AAP માટે 10 દિવસમાં સંપૂર્ણ રકમ ચૂકવવી ફરજિયાત છે.

સરકારી પૈસે જાહેરખબર છપાવવા બદલ, આમ આદમી પાર્ટી પાસેથી વસૂલાશે 163.62 કરોડ
Arvind Kejriwal, Convener, Aam Aadmi Party
Image Credit source: PTI
| Edited By: | Updated on: Jan 12, 2023 | 8:25 AM

સરકારી જાહેરાતોની આડમાં રાજકીય જાહેરાતો પ્રકાશિત કરવા બદલ, આમ આદમી પાર્ટીને રૂ. 163.62 કરોડની રિકવરી નોટિસ જાહેર પાઠવવામાં આવી હોવાની સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ મુખ્ય સચિવને સરકારી જાહેરાતોની આડમાં પ્રકાશિત રાજકીય જાહેરાતો માટે AAP પાસેથી રૂ. 97 કરોડની વસૂલાત કરવાનો નિર્દેશ આપ્યાના એક મહિના બાદ આ વાત સામે આવી છે. સૂત્રોએ જણાવ્યું કે માહિતી અને પ્રસાર નિયામક દ્વારા જાહેર કરવામાં આવેલી વસૂલાત નોટિસમાં રકમ પર વ્યાજનો સમાવેશ થાય છે અને દિલ્હીમાં સત્તારૂઢ AAP માટે 10 દિવસની અંદર સમગ્ર રકમ ચૂકવવી ફરજિયાત છે.

જો કે, દિલ્હી સરકાર તરફથી હજુ સુધી, આ મામલે કોઈ ત્વરિત પ્રતિક્રિયા નથી. જ્યારે, એક સૂત્રએ જણાવ્યું હતું કે, જો AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ સમયસર પૈસા જમા કરાવવામાં નિષ્ફળ જાય છે, તો દિલ્હી LGના અગાઉના આદેશ મુજબ, પાર્ટીની મિલકતો જપ્ત કરવા સહિતની તમામ કાયદાકીય કાર્યવાહી સમયમર્યાદામાં કરવામાં આવશે.

163.62 કરોડની વસૂલાત

સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા મહિને જાહેર કરાયેલા LGના આદેશને પગલે, DIP એ AAPના સંયોજક અરવિંદ કેજરીવાલને સરકારી જાહેરાતોની આડમાં પ્રકાશિત પક્ષની રાજકીય જાહેરાતો માટે 163.62 કરોડ રૂપિયાની વસૂલાત માટે નોટિસ પાઠવી છે. માહિતી અનુસાર, 31 માર્ચ 2017 સુધી 99.31 કરોડ રૂપિયા રાજકીય જાહેરાતો પાછળ ખર્ચવામાં આવ્યા હતા. આ રકમ પર દંડના વ્યાજ પેટે બાકીની રકમ રૂ. 64.31 કરોડ છે, એટલે કે કુલ રકમ રૂ. 163.62 કરોડ છે.

31 માર્ચ, 2017 પછી આવી તમામ રાજકીય જાહેરાતોનું ઓડિટ કરવા માટે દિલ્હી સરકારના ડાયરેક્ટોરેટ ઓફ ઓડિટએ પણ એક વિશેષ ઓડિટ ટીમની નિમણૂક કરી છે. 2016 માં, દિલ્હી હાઈકોર્ટે સરકારી જાહેરાતમાં સામગ્રી નિયમન પરની સમિતિને AAP સરકાર દ્વારા રાજકીય જાહેરાતો અંગેની ફરિયાદો પર નિર્ણય લેવા નિર્દેશ આપ્યો હતો.