VGGS2022 : વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે કલકત્તામાં રોડ શો, બંગાળના રોકાણકારોને રોકાણ માટે આમંત્રણ અપાયું

|

Dec 16, 2021 | 7:19 AM

Vibrant Gujarat Summit : કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના રોકાણકારોને રોકાણ કરવા આમંત્રણ આપતા ગુજરાત સરકારના ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં બિઝનેસની ઘણી સંભાવનાઓ છે.

VGGS2022 : વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે કલકત્તામાં રોડ શો,  બંગાળના રોકાણકારોને રોકાણ માટે આમંત્રણ અપાયું
Jagdish Vishwakarma (Panchal), MoS, Industries

Follow us on

KOLKATA : આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ (Vibrant Gujarat Summit 2022) માટે વિવિધ શહેરોમાં રોડ-શો ચાલી રહ્યા છે. બુધવારે કોલકાતામાં ગુજરાત સરકારના ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલના નેતૃત્વમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચાલે જણાવ્યું હતું કે ગુજરાત એ પોલિસી આધારિત રાજ્ય છે. વ્યવસાય માટે અનુકૂળ વાતાવરણ બનાવવા માટે, રાજ્ય સરકારે ઔદ્યોગિક નીતિ 2020, લોજિસ્ટિક્સ અને લોજિસ્ટિક્સ પાર્ક નીતિ, ઇલેક્ટ્રિક વાહન નીતિ, સૌર ઉર્જા નીતિ, પ્રવાસન અને કાપડ નીતિ બહાર પાડી છે.

તેમણે કહ્યું કે ગુજરાતના બે મેગા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ – ધોલેરા SIR અને GIFT સિટી – રાજ્યની પ્રગતિને નવી ઊંચાઈએ લઈ જશે. કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના રોકાણકારોને રોકાણ કરવા આમંત્રણ આપતા પંચાલે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં બિઝનેસની ઘણી સંભાવનાઓ છે. આ સાથે ગુજરાતમાં નવા મૂડી રોકાણની શક્યતા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ગુજરાતને મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ઉત્તરોતર નવા રેકોર્ડ સ્થાપી રહી છે. આ સમિટની ફળશ્રૃતિએ ગુજરાત ગ્લોબલ બિઝનેસ હબ અને નેટવર્કીંગ પ્લેટફોર્મ બન્યું છે તેમાં આગામી 10મી વાઇબ્રન્ટ સમિટ 2022 “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત”ની થીમ સાથે યોજાશે.

આગામી જાન્યુઆરી 2022માં તા. 10થી 12 દરમ્યાન યોજાનારી આ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વ તૈયારીઓ રૂપે ગુજરાત સરકાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગકારોએ રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે સુચિત રોકાણો અંગેના 12 જેટલા MOU ગાંધીનગરમાં સંપન્ન કર્યા હતા.તો હાલમાં જ આણંદમાં કૃષિક્ષેત્રે પણ કરોડોના MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : DELHI : રિપબ્લિક ડે પરેડ કેમ્પમાં ગુજરાતના 57 NCC કેડેટ્સ ભાગ લેશે

આ પણ વાંચો : કોવિડે AMCની કમર તોડી નાખી : મેયરે કહ્યું અમદાવાદ મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી

Next Article