રોડ, બંદર, એરપોર્ટ બધું અદાણીને કેવી રીતે ? રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પાડી પસ્તાળ

|

Feb 07, 2023 | 3:26 PM

સંસદમાં રાહુલ ગાંધી સરકાર પર સીધા પ્રહારો કરતા કહ્યું કે, જો કોઈ વ્યક્તિ એરપોર્ટના વ્યવસાયમાં ના હોય, તો તેઓ એરપોર્ટ લઈ ના શકે. પરંતુ ભારત સરકારે આ નિયમ બદલ્યો છે. નિયમ કોણે બનાવ્યો એ મહત્ત્વનું નથી, કોણે બદલ્યો એ મહત્ત્વનું છે.

રોડ, બંદર, એરપોર્ટ બધું અદાણીને કેવી રીતે ? રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પાડી પસ્તાળ
Rahul Gandhi in lokshabha

Follow us on

રાહુલ ગાંધીએ આજે લોકસભામાં અદાણી મુદ્દે સરકાર પર પસ્તાળ પાડી હતી. તેમણે ગૌતમ અદાણીને લઈને સરકારને અનેક વેધક સવાલો પૂછ્યા. લોકસભાના અધ્યક્ષે તેમને વારંવાર સંયમ રાખવા જણાવતા રહ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે, રાષ્ટ્રપતિના સંબોધનમાં ઘણી યોજનાઓ બોલાઈ, પરંતુ અગ્નિવીર માત્ર એક જ વાર બોલાયું. રાષ્ટ્રપતિના સંબોધનમાં બેરોજગારી અને મોંઘવારીનો કોઈ શબ્દ નહોતો કે નહોતી કોઈ વાત. જનતા કંઈક કહી રહી છે, પરંતુ રાષ્ટ્રપતિના સંબોધનમાં તે બાબતોની કોઈ વાતનો ઉલ્લેખ નથી.

રાહુલે કહ્યું કે કેરળ, તમિલનાડુ અને આખા ભારતમાં દરેક જગ્યાએ એક જ નામ સંભળાય છે અને તે માત્ર અદાણીનું. જ્યારે લોકો મારી સાથે આ નામ વિશે વાત કરતા હતા ત્યારે તેઓ બે-ત્રણ સવાલ પૂછતા હતા, આ અદાણી કોઈપણ વ્યવસાયમાં પ્રવેશ કરે છે અને સફળતા મેળવે છે, આ કેવી રીતે થઈ રહ્યું છે. યુવાનો મને પૂછતા હતા કે તેઓ પણ જાણવા માગે છે કે તેઓ આટલા સફળ કેવી રીતે થઈ રહ્યા છે.

ચાલો હું તમને અદાણી વિશે થોડું કહું…

રાહુલ ગાંધીએ કહ્યું કે મને લાગ્યું કે આજના રાષ્ટ્રપતિના સંબોધનમાં પીએમ મોદી અને ગૌતમ અદાણી વચ્ચેના સંબંધો વિશે થોડું કહેવું જોઈએ. બંને વચ્ચેના સંબંધો લાંબા સમય પહેલા શરૂ થયા હતા, જ્યારે મોદીજી ગુજરાતના સીએમ હતા. બંને સાથે સાથે ચાલતા. તેઓ મોદીને ગુજરાત વિશેના વિચારો આપતા હતા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વાઈબ્રન્ટ ગુજરાતથી શરુ થયો ખેલ

તેમણે કહ્યું કે જો તમે ઉદ્યોગપતિઓને સાથે લઈ જશો તો ગુજરાતને વાઈબ્રન્ટ બનાવી શકશો અને રાજ્ય આગળ વધશે. ત્યારથી રમત શરૂ થઈ. મોદીજી 2014માં દિલ્હી આવે છે અને ખરી રમત ત્યાંથી શરૂ થાય છે. 2016માં તે 609માં નંબરે હતા અને થોડા વર્ષોમાં તે બીજા નંબરે હતા. થોડાં વર્ષો પહેલાં ભારતનાં એરપોર્ટને વિકસાવવા માટે સરકારનો તે સમયે નિયમ હતો કે જેને એરપોર્ટ બનાવવાનો અનુભવ ના હોય તે એરપોર્ટ બનાવી શકે નહીં.

ભારત સરકારે નિયમ બદલ્યો

જો કોઈ વ્યક્તિ એરપોર્ટના વ્યવસાયમાં ના હોય, તો તેઓ એરપોર્ટ લઈ ના શકે. ભારત સરકારે આ નિયમ બદલ્યો છે. નિયમ કોણે બનાવ્યો એ મહત્ત્વનું નથી, કોણે બદલ્યું એ મહત્ત્વનું છે. તે સમયે મીડિયામાં તેની ચર્ચા થઈ હતી અને અદાણીજીને દેશના 6 એરપોર્ટ આપવામાં આવ્યા હતા.

EDનુ દબાણ સર્જીને અદાણીને એરપોર્ટ અપાયું

સરકાર પર આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ઈડીનું દબાણ સર્જીને ભારતના સૌથી નફાકારક એરપોર્ટ અદાણીને સોંપવામાં આવ્યા છે. અદાણી ભારતના એરપોર્ટ ટ્રાફિકનો 24 ટકા હિસ્સો અહીંથી કાઢે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ આના માટેના જરૂરી પુરાવા આપશે.

Next Article