Uttarkashi Bus Accident: 28 શ્રદ્ધાળુઓને લઈને યમુનોત્રી જઈ રહેલી MP બસ 500 મીટર ઊંડી ખીણમાં પડી, 16ના મોત, અમિત શાહે વ્યક્ત કર્યો શોક

|

Jun 05, 2022 | 9:44 PM

બસ યમુનોત્રી જઈ રહી હતી, જે રિખાઓન ખાડ પાસે દમતા અને નૌગાંવ વચ્ચે બેકાબૂ બનીને (Road Accident) ખાડીમાં પડી. બસ લગભગ 500 મીટર ખીણમાં પડી હતી.

Uttarkashi Bus Accident: 28 શ્રદ્ધાળુઓને લઈને યમુનોત્રી જઈ રહેલી MP બસ 500 મીટર ઊંડી ખીણમાં પડી, 16ના મોત, અમિત શાહે વ્યક્ત કર્યો શોક
Uttarkashi

Follow us on

ઉત્તરાખંડના (Uttarakhand) ઉત્તરકાશીમાં (Uttarkashi) દમતા અને નૌગાંવ વચ્ચે રિખાઓન ખાડ પાસે એક પેસેન્જર બસ ખીણમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ત્યાં ઘણા શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણકારી મળતા જ જિલ્લા પંચાયતના સભ્ય હાકમ સિંહ રાવત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બચાવ માટે પોલીસ અને SDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ, બસ યમુનોત્રી તરફ જઈ રહી હતી, જે દમતા અને નૌગાંવ વચ્ચે રિખાઓન ખાડ પાસે બેકાબૂ બનીને ખાડીમાં પડી ગઈ. બસ લગભગ 500 મીટર ઉંડી ખીણમાં પડી હતી. હાકમ સિંહ રાવતે જણાવ્યું કે બસમાં લગભગ 30 લોકો સવાર હતા, જેમાં મોટાભાગના લોકોની હાલત નાજુક છે.

મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના 28 શ્રદ્ધાળુઓને લઈને જતી બસ ઉત્તરકાશી જિલ્લાના દમતા પાસે ખીણમાં પડી ગઈ હતી. કેટલાય મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે 6 ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ડીજીપી અશોક કુમારે આ માહિતી આપી છે. મુસાફરોને લઈ જતી બસ દમતા પાસે અથડાઈ હતી. ઘાયલોને બચાવવામાં આવી રહ્યા છે. SDRFની ટીમ ઘટનાસ્થળે હાજર છે.

NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી

ઘટનાની માહિતી મળતા જ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અભિષેક રુહેલાએ તબીબો અને એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલવા સૂચના આપી હતી. આ સાથે, પીએચસી દામતા અને સીએચસી નૌગાંવમાં ઘાયલોની સારવાર માટે સાધનો તૈયાર રાખવા માટે સીએમઓને સૂચના આપવામાં આવી હતી. ડીએમએ એનડીઆરએફ અને ડિઝાસ્ટર ક્યુઆરટી સાથે રેવન્યુ ટીમ મોકલવાની સૂચના આપી તમામ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

અમિત શાહે સીએમ પુષ્કર ધામી સાથે વાત કરી

અમિત શાહે કહ્યું છે કે મેં અકસ્માતને લઈને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી છે. સ્થાનિક પ્રશાસન અને SDRFની ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. એનડીઆરએફ પણ ટૂંક સમયમાં ત્યાં પહોંચી રહ્યું છે.

Published On - 8:54 pm, Sun, 5 June 22

Next Article