કર્મચારી મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂંક સમિતિએ તરુણ કપૂરને (Tarun Kapoor) વડાપ્રધાનના (PM NARENDRA MODI) સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ભારત સરકારના સલાહકાર (PM Modi Advisor) તરીકે વડાપ્રધાન કાર્યાલયમાં (PMO) કામ કરશે.
નિવૃત્ત IAS અધિકારી અને ભૂતપૂર્વ પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂરને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કપૂર 1987 બેચના હિમાચલ પ્રદેશ કેડરના અધિકારી છે. તેઓ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં સચિવ પણ રહી ચૂક્યા છે. કપૂરને બે વર્ષ માટે પીએમના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કેબિનેટની નિમણૂંક સમિતિ (એસીસી) એ અધિક સચિવના સ્તરે વડાપ્રધાન કાર્યાલયમાં અન્ય બે નિમણૂંકો સાથે કપૂરની નિમણૂંકને મંજૂરી આપી છે. તરૂણ કપૂર, ભૂતપૂર્વ પેટ્રોલિયમ સચિવ, 3 ફેબ્રુઆરીના રોજ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. કપૂર 30 નવેમ્બર 2021 ના રોજ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ તરીકે નિવૃત્ત થયા.
બે વર્ષ માટે નિમણૂંક
કર્મચારી મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂક સમિતિએ તરુણ કપૂરને વડાપ્રધાનના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ભારત સરકારના સલાહકાર તરીકે વડાપ્રધાન કાર્યાલયમાં કામ કરશે. તેમની નિમણૂક બે વર્ષની સમયમર્યાદા માટે કરવામાં આવી છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે કપૂર આગામી આદેશ સુધી પીએમના સલાહકાર રહેશે.
અધિક સચિવની પણ નિમણૂંક
કપૂર ઉપરાંત વરિષ્ઠ અધિકારી આતિશ ચંદ્રાને વડા પ્રધાન કાર્યાલયમાં વધારાના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચંદ્રા હાલમાં ભારતીય ખાદ્ય નિગમ, ખાદ્ય પુરવઠા અને જાહેર વિતરણ વિભાગમાં અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) છે. આતિશ ચંદ્રાની સાથે વરિષ્ઠ અધિકારી હરિ રંજન રાવને પણ પીએમઓ ઓફિસમાં એડિશનલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાવ મધ્ય પ્રદેશ કેડરના 1994 બેચના IAS અધિકારી છે. હાલમાં, તેઓ યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડના એડમિનિસ્ટ્રેટર તરીકે ટેલિકોમ વિભાગમાં કામ કરી રહ્યા છે.