Republic Day 2022: 26 જાન્યુઆરીના દિવસે જ કેમ પ્રજાસતાક દિવસ મનાવવામાં આવે છે ?

|

Jan 25, 2022 | 5:11 PM

આપણે પ્રજાસત્તાક દિવસ માત્ર 26 જાન્યુઆરીએ જ શા માટે ઉજવીએ છીએ? આવો જાણીએ

Republic Day 2022: 26 જાન્યુઆરીના દિવસે જ કેમ પ્રજાસતાક દિવસ મનાવવામાં આવે છે ?
26 January Republic Day ( File photo)

Follow us on

વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારત માટે 26 જાન્યુઆરી (26 january)એ મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે ભારતીય બંધારણ અમલમાં આવ્યું હતું. આ વર્ષે ભારતીયો 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છે. દેશની આઝાદી બાદ ભારતના બંધારણની રચના કરવામાં આવી હતી. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે, પરંતુ બાબાસાહેબ સિવાય દેશના બંધારણના નિર્માણમાં 210 લોકોનો હાથ હતો.

ઘણી બાબતો ભારતના બંધારણને વિશેષ બનાવે છે. બંધારણને ડિસેમ્બરમાં જ અપનાવવામાં આવ્યું હતું, પરંતુ 26 જાન્યુઆરીએ તેનો અમલ કરીને આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, તેની પાછળ એક ખાસ કારણ હતું. બીજી તરફ ભારતીય બંધારણ હાથથી બનાવેલા કાગળ પર હાથથી લખાયેલું છે, પરંતુ આ કાગળોને આટલા વર્ષો સુધી સાચવી રાખવા એ મોટી વાત છે.

આવો જાણીએ વધુ માહિતી

ભારતની બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ ભારતના બંધારણને સ્વીકાર્યું હતું, જ્યારે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ સમગ્ર દેશમાં અમલમાં આવ્યું હતું. આ જ કારણ છે કે દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. 26 જાન્યુઆરીની પસંદગી એટલા માટે કરવામાં આવી કારણ કે 26 જાન્યુઆરી 1929ના રોજ કોંગ્રેસે અંગ્રેજોની ગુલામી સામે ‘પૂર્ણ સ્વરાજ’નો નારો આપ્યો હતો. ત્યારથી આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

ભારતને આઝાદી મળ્યા પછી બંધારણ સભાની રચના કરવામાં આવી. બંધારણ સભાએ તેનું કામ 9 ડિસેમ્બર 1946ના રોજ શરૂ કર્યું હતું. વિશ્વના આ સૌથી મોટા લેખિત બંધારણને તૈયાર કરવામાં 2 વર્ષ, 11 મહિના, 18 દિવસનો સમય લાગ્યો હતો. ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સોંપવામાં આવ્યું હતું, તેથી દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

26 જાન્યુઆરી 1950ના રોજ આ દિવસે જ ભારત સરકાર અધિનિયમ,1935ને દૂર કરીને ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરી 1950ના રોજ સવારે 10.18 કલાકે ભારત પ્રજાસત્તાક બન્યું હતું. આની છ મિનિટ પછી 10.24 વાગ્યે ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. આ દિવસે રાષ્ટ્રપતિ તરીકે પ્રથમ વખત ડૉ.રાજેન્દ્ર પ્રસાદ બગ્ગી પર બેસીને રાષ્ટ્રપતિ ભવનમાંથી બહાર આવ્યા હતા. આ દિવસે પ્રથમ વખત તેમણે ભારતીય સૈન્ય દળની સલામી લીધી હતી. તેમને પ્રથમ વખત ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : National Voters Day: શા માટે મનાવવામાં આવે છે મતદાર દિવસ, જાણો શું છે તેનો હેતુ?

આ પણ વાંચો : Ukraine Russia War:યુક્રેનમાં યુદ્ધની તૈયારીઓ અમેરિકાએ 8,500 સૈનિકોને ‘હાઈ એલર્ટ’ પર રાખ્યા

Next Article