અનેક ભારતીયોને મળશે લાભ, વિદેશ જતા સમયે એરપોર્ટ પર આ કાર્યવાહી થશે બંધ

Good news for passengers going abroad: ભારતના વિવિધ એરપોર્ટ પરથી વિદેશ જતા પ્રવાસીઓ માટે નોંધપાત્ર રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે. ગૃહ મંત્રાલય (MHA) હેઠળ કાર્યરત બ્યુરો ઓફ ઇમિગ્રેશન (BOI) એ નવી પધ્ધતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે વિદેશ જતા યાત્રીઓ માત્ર મોબાઇલ ફોનમાં જ પોતાના ડોક્યુમેન્ટ બતાવીને આગળ જઈ શકશે.

અનેક ભારતીયોને મળશે લાભ, વિદેશ જતા સમયે એરપોર્ટ પર આ કાર્યવાહી થશે બંધ
| Updated on: Aug 23, 2026 | 12:23 PM

Improvement in immigration process from September 1: સરકારે, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમિગ્રેશન માટે લાગતી લાંબી લાંબી કતારો અને દસ્તાવેજોની ઔપચારિકતાઓનો સામનો કરતા પ્રવાસીઓને મોટી રાહત આપી છે. ગૃહ મંત્રાલય (MHA) હેઠળ કાર્યરત બ્યુરો ઓફ ઇમિગ્રેશન (BOI) એ 1 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશન કાઉન્ટર પર બોર્ડિંગ પાસ ઉપર સ્ટેમ્પ કરવાની જૂની પ્રથા બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ, વિદેશ જતા પ્રવાસીઓ તેમના સ્માર્ટફોન પર ઇલેક્ટ્રોનિક બોર્ડિંગ પાસ (ઈ-બોર્ડિંગ પાસ) પ્રદર્શિત કરીને સરળતાથી ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવી શકશે. આનાથી સમયની બચત થવાની સાથોસાથ મુસાફરીનો અનુભવ પણ વધુ અનુકૂળ બનશે.

1 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશન ક્લિયરન્સ પ્રક્રિયામાં ફેરફાર

અત્યાર સુધી, વિદેશ જતા પ્રવાસીઓએ તેમના પ્રિન્ટેડ બોર્ડિંગ પાસ ઇમિગ્રેશન કાઉન્ટર પર રજૂ કરવા જરૂરી હતા, જ્યાં અધિકારીઓ તેમના પર સ્ટેમ્પ લગાવતા હતા. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, આગામી 1 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશન કાઉન્ટરનો આ ફરજિયાત નિયમ સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે ઇ-બોર્ડિંગ પાસ હવે ભૌતિક બોર્ડિંગ પાસની સાથે ઇમિગ્રેશન કાઉન્ટર પર સંપૂર્ણપણે માન્ય રહેશે. હાલની પ્રક્રિયાઓની સંપૂર્ણ સમીક્ષા કર્યા પછી, બ્યુરો ઓફ ઇમિગ્રેશન દ્વારા દેશભરના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના અધિકારીઓને આ નવો નિર્દેશ આપવામાં આવ્યો છે.

શું પ્રિન્ટેડ બોર્ડિંગ પાસ અમાન્ય થઈ જશે ?

આ નવા નિયમનો અર્થ એવો નથી કે, વિદેશ જનારા મુસાફરોના પ્રિન્ટેડ બોર્ડિંગ પાસ નકામા થઈ જશે. જે મુસાફરો ડિજિટલ બોર્ડિંગ પાસનો ઉપયોગ કરવાને બદલે પ્રિન્ટેડ બોર્ડિંગ પાસ રાખવાનું પસંદ કરે છે તેઓ પહેલાની જેમ જ તેનો ઉપયોગ ચાલુ રાખી શકે છે. ફરક એટલો જ હશે કે, 1 સપ્ટેમ્બરથી, ઇમિગ્રેશન અધિકારીઓ પેપર પાસ પર સ્ટેમ્પ નહીં લગાવે. મુસાફરોને તેમની સુવિધા અનુસાર ડિજિટલ પાસ પ્રદર્શિત કરવાની અથવા પ્રિન્ટેડ કોપી રાખવાની સુગમતા હશે. પાસ પર સ્ટેમ્પ લગાવવાની ફરજિયાત જરૂરિયાત દૂર કરવામાં આવી રહી છે.

સ્ટેમ્પિંગ પ્રક્રિયા શા માટે બંધ કરવામાં આવી?

બ્યુરો ઓફ ઇમિગ્રેશનને જાણવા મળ્યું કે બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પ લગાવવાની જૂની પ્રથા મુસાફરોને બિનજરૂરી અસુવિધા પહોંચાડી રહી હતી. ઘણીવાર, ધૂંધળા અથવા આડેધડ સ્ટેમ્પિંગને કારણે બોર્ડિંગ પાસ પર છાપેલી આવશ્યક માહિતી વાંચવામાં પણ મુશ્કેલી પડતી હતી. આ વ્યવહારુ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, સ્ટેમ્પિંગ સિસ્ટમને કાયમી ધોરણે નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેનાથી મુસાફરી પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બની હતી.

CISF ના નિયમો પહેલાથી જ બદલાઈ ગયા હતા

અત્રે એ નોંધનીય છે કે આ નવો નિયમ ફક્ત ઇમિગ્રેશન કાઉન્ટરો પર જ લાગુ પડે છે. સુરક્ષા અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) એ ઘણા વર્ષો પહેલા બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પિંગ કરવાનું બંધ કરી દીધું હતું. તેથી, 1 સપ્ટેમ્બરથી અમલમાં આવેલ આ ફેરફાર ફક્ત ઇમિગ્રેશન પ્રક્રિયા સુધી મર્યાદિત છે. વધુમાં, અધિકારીઓએ સંકેત આપ્યો છે કે ભવિષ્ય માટે ભારતીય પાસપોર્ટ ધારકો માટે ઇમિગ્રેશન એન્ટ્રી અને એક્ઝિટ સ્ટેમ્પિંગ નાબૂદ કરવાનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. આ હેતુ માટે એક પાયલોટ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, અને તે સફળ થયા પછી, દેશભરના એરપોર્ટ પર આ પગલું લાગુ કરી શકાય છે.

ગુજરાત સહિત 8 રાજ્યોના DM પાસે છે ભારતીય નાગરિકતા આપવાનો અધિકાર, નિયમો કરાયા કડક

Published On - 10:22 am, Sun, 23 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.