કોરોનાકાળમાં ઘટતા જતા વ્યાજની ચિંતામાંથી મુક્તિ, સિનીયર સિટીઝન માટે વાર્ષિક 7.4 ટકા વ્યાજ

કોરોનાવાયરસ મહામારી વચ્ચે બચતોના વ્યાજ દરોમાં ઘટાડો થવાથી સિનિયર સિટીઝન્સ મુશ્કેલીમાં મુકાયા છે. મહત્તમ બચતો ઉપર નિર્ભર રહેતા સીનિયર સિટીઝનના માટે કમાણીનું સાધન સીમિત થઇ જતા તેમની તકલીફો વધે છે. વયસ્કોની સમસ્યાનો હલ પોસ્ટ ઑફિસની સીનિયર સીટીઝમ સેવિંગ સ્કીમ દ્વારા પ્રયાસ કાઢયો છે. આ યોજનામાં હાલમાં 7.4 ટકા વ્યાજ મળી રહ્યું છે. સીનિયર સિટીઝન જો […]

કોરોનાકાળમાં ઘટતા જતા વ્યાજની ચિંતામાંથી મુક્તિ, સિનીયર સિટીઝન માટે વાર્ષિક 7.4 ટકા વ્યાજ
| Edited By: | Updated on: Sep 08, 2020 | 5:02 AM

કોરોનાવાયરસ મહામારી વચ્ચે બચતોના વ્યાજ દરોમાં ઘટાડો થવાથી સિનિયર સિટીઝન્સ મુશ્કેલીમાં મુકાયા છે. મહત્તમ બચતો ઉપર નિર્ભર રહેતા સીનિયર સિટીઝનના માટે કમાણીનું સાધન સીમિત થઇ જતા તેમની તકલીફો વધે છે. વયસ્કોની સમસ્યાનો હલ પોસ્ટ ઑફિસની સીનિયર સીટીઝમ સેવિંગ સ્કીમ દ્વારા પ્રયાસ કાઢયો છે. આ યોજનામાં હાલમાં 7.4 ટકા વ્યાજ મળી રહ્યું છે.

સીનિયર સિટીઝન જો આ સ્કીમમાં એક રકમ 10 લાખ રૂપિયા રોકાણ કરે છે, તો 7.4 ટકાની કમ્પાઉન્ડિંગ વ્યાજ દરથી 5 વર્ષ પછી એટલે કે મેચ્ચોરિટી પીરિયડ પર કુલ રકમ 14,28,964 રૂપિયા મળવાથી 5 વર્ષમાં 4,28,964 રૂપિયાનો ફાયદો મળશે.

સ્કીમમાં એક જ વાર રોકાણ કરી શકાય છે. રોકાણની લઘુત્તમ1000 અને મહત્તમ મર્યાદા 15 લાખ રૂપિયા નક્કી કરાઈ છે. સ્કીમમાં  7.4 ટકા વ્યાજ અને મેચ્ચોરિટી પીરિયડ 5 વર્ષ છે. સિનીય સિટીઝન્સ અને નિવૃત્ત થયેલ વ્યક્તિઓ માટે બચતની રકમના રોકાણ માટે સ્કીમ સારી માનવામાં આવે છે. જોકે રોકાણ અને વ્યાજના લાભ માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે.

(નોંધ: આ અહેવાલ માત્ર માહિતી પુરી પાડી રહ્યો છે. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની ચોક્કસ સલાહ લેવી.)