Uttarakhand હોનારત અંગે સી.આર પાટિલે કહ્યું ,સૌની સલામતી માટે પ્રાર્થના કરું છું

|

Feb 07, 2021 | 7:15 PM

Uttarakhand ની હોનારત મુદ્દે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ગુજરાતીઓની સલામતી માટે તેવો ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં છે.

Uttarakhand હોનારત અંગે સી.આર પાટિલે કહ્યું ,સૌની સલામતી માટે પ્રાર્થના કરું છું
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ

Follow us on

Uttarakhand ની  હોનારત મુદ્દે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ગુજરાતીઓની સલામતી માટે તેવો ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં છે. અમે સૌની સલામતી માટે પ્રાર્થન કરું છું. તેમજ ઉત્તરાખંડ સરકારે મદદની ખાતરી આપી છે. Uttarakhand માં  દુર્ઘટના સમયે 50 ગુજરાતીઓ હાજર હતા. આ તમામ સુરક્ષિત છે. ગુજરાતી પ્રવાસીઓનો સામાન હરિદ્વારમાં ફસાયો છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના 50 લોકો હાલ સુરક્ષિત હોવાના અહેવાલ છે.

ઉત્તરાખંડ માં જોશીમઠની આજુબાજુનો વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત છે. ઉત્તરાખંડ સરકારના મુખ્ય સચિવે  કહ્યું છે કે ગ્લેશિયર ધસી પડવાની દુર્ઘટનામાં 100 થી 150 લોકો તણાઈ ગયા હોવાની આશંકા છે.પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત સાથે વર્તમાન સ્થિતિ મુદ્દે જાણકારી મેળવી રહ્યા છે. તેમણે મુખ્યમંત્રીને રાહત અને બચાવ કાર્ય વિશે સંભવિત જાણકારી મેળવી રહ્યાં છે. તેમજ એરલિફ્ટ દ્વારા NDRFની ટીમ પણ દુર્ઘટના સ્થળે પહોંચી છે. તેમજ આઇટીબીપીને અત્યાર સુધી 10 લોકોના શબ મળ્યા છે. તેમજ તેમણે ટનલમાંથી અનેક લોકોના બચાવ્યાં છે.  હાલ રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહ્યું  છે.

Next Article