
‘પ્રશ્નો માટે રોકડા રૂપિયા’ના ગંભીર આરોપોથી ઘેરાયેલા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ, આજે શુક્રવારે કહ્યું હતું કે તેઓ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની તપાસ અને લોકસભા એથિક્સ કમિટીના “પ્રશ્નોના જવાબો” આપવા તૈયાર છે. રિયલ એસ્ટેટ બિઝનેશમેન દર્શન હિરાનંદાનીએ, લોકસભાની પેનલમાં ‘પ્રશ્નો માટે રોકડા’ કેસમાં સરકારી સાક્ષી બનવાની એફિડેવિટ કર્યા બાદ, મહુઆ મોઇત્રાએ જવાબમાં કહ્યું, ‘તે આ તમામ મુદ્દે CBI અને લોકસભાની એથિક્સ કમિટીના સવાલોના જવાબ આપવા તૈયાર છે.’
પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર, મહુઆ મોઇત્રાની આ પ્રતિક્રિયા, એસ્ટેટ ક્ષેત્રની જાણીતી કંપની હિરાનંદાની ગ્રૂપના સીઇઓ, દર્શન હિરાનંદાનીએ લોકસભાની એથિક્સ કમિટી સમક્ષ એક એફિડેવિટમાં દાવો કર્યાના એક દિવસ પછી આવી છે. લોકસભાની એથિક્સ કમિટી સમક્ષ કરાયેલ એફિડેવિટમાં દર્શન હિરાનંદાનીએ સ્વીકાર્યું હતું કે, મહુઆ મોઈત્રાએ પોતાનું સંસદનું લોગઈન અને પાસવર્ડ આપ્યો હતો, જેથી દર્શન “ તેમના વતી સીધા પ્રશ્નો પોસ્ટ કરી શકે.
મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા પરની બીજી પોસ્ટમાં લખ્યું છે કે, “એથિક્સ કમિટીના અધ્યક્ષ મીડિયા સાથે ખુલીને વાત કરે છે. એથિક્સ કમિટી સમક્ષ દર્શન હિરાનંદાનીએ કરેલી “એફિડેવિટ” મીડિયા સુધી કેવી રીતે પહોંચે છે? એથિક્સ કમિટીના અધ્યક્ષ પહેલા તપાસ કરવી જોઈએ કે દર્શન હિરાનંદાનીએ કરેલી “એફિડેવિટ” કેવી રીતે લીક થઈ. હું ફરી કહું છું – અદાણી પર મારું મોઢું બંધ કરવા માટે ભાજપનો વન-પોઇન્ટ એજન્ડા છે. જેના વડે મને લોકસભામાંથી હાંકી કાઢવાનો છે.
I welcome answering questions to CBI & Ethics Committee (which has absolute majority of BJP members) if & when they call me. I have neither time nor interest to feed a Adani-directed media circus trial or answer BJP trolls.
I am enjoying Durga Puja in Nadia.
Shubho Sashthi .— Mahua Moitra (@MahuaMoitra) October 20, 2023
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ, રોકડા રૂપિયા લઈને સંસદમાં પ્રશ્ન પુછવા અંગે લોકસભાના અધ્યક્ષ અને કેન્દ્રના આઈટી પ્રધાનને પત્ર લખ્યાના ગણતરીના દિવસો બાદ દર્શન હિરાનંદાનીએ સોગંદનામું કરીને સરકારી સાક્ષી બન્યા છે. નિશિકાંત દુબેએ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને લખેલા પત્રમાં એવો આક્ષેપ કર્યો હતો કે, મહુઆ મોઇત્રાએ હિરાનંદાની જૂથના હિતોનું રક્ષણ કરવા માટે લાંચ લીધી હતી.
નિશિકાંત દુબેએ બીજો પત્ર IT મંત્રી અશ્વિની વૈષ્ણવને લખ્યો હતો. જેમાં તેમને એ બાબતની તપાસ કરવા વિનંતી કરવામાં આવી છે કે. સંસદ માટે મોઇત્રાના લોગ-ઇન આઈડીના IP સરનામાઓ અન્ય કોઈ દ્વારા એક્સેસ કરવામાં આવ્યા હતા કે કેમ તેની તપાસ કરાવવામાં આવે.
રોકડા લઈને પ્રશ્ન પુછવાના કેસમાં, ઝડપથી આકાર લેતી ઘટનાઓમાં ગઈ મોડી રાત્રે એક અખબારી યાદીમાં, મહુઆ મોઇત્રાએ તેની સામેના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. દર્શન હિરાનંદાનીને પોતાના “પ્રિય મિત્ર” ગણાવ્યો છે. સાથોસાથ મહુવાએ એવો આક્ષેપ કર્યો છે કે, “દર્શનને તેના તમામ વ્યવસાયો સંપૂર્ણ રીતે બંધ કરવાની ધમકી આપવામાં આવી હતી… તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ ફડચામાં જશે, સીબીઆઈ તેમના પર દરોડા પાડશે અને તમામ સરકારી ધંધા બંધ કરી દેવામાં આવશે.
Published On - 6:49 pm, Fri, 20 October 23