RBIએ ખાતા ખોલવાના નિયોમોમાં કર્યો બદલાવ, જાણો ક્યા ગ્રાહકોને મળશે ફાયદો?

|

Dec 17, 2020 | 9:05 AM

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચાલુ ખાતાના કેટલાક નિયમોમાં રાહત આપવાની જાહેરાત કરી છે. નવા નિયમો આજથી લાગૂ થઈ ગયાં છે. નવા નિયમો મુજબ 6 ઓગસ્ટે રિઝર્વ બેંક તરફથી કમર્શીયલ બેંક્સ અ પેમેન્ટ બેંક્સ માટે એક સર્ક્યુલર જારી કરાયો હતો.. જેમાં ચાલુ ખાતાને લઈને કોઇ જરૂરી નિર્દેશ દેવાયા હતાં પણ તેમાં હવે કેટલાક નિયમોથી કેટલાક એકાઉન્ટમાં […]

RBIએ ખાતા ખોલવાના નિયોમોમાં કર્યો બદલાવ, જાણો ક્યા ગ્રાહકોને મળશે ફાયદો?

Follow us on

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચાલુ ખાતાના કેટલાક નિયમોમાં રાહત આપવાની જાહેરાત કરી છે. નવા નિયમો આજથી લાગૂ થઈ ગયાં છે. નવા નિયમો મુજબ 6 ઓગસ્ટે રિઝર્વ બેંક તરફથી કમર્શીયલ બેંક્સ અ પેમેન્ટ બેંક્સ માટે એક સર્ક્યુલર જારી કરાયો હતો.. જેમાં ચાલુ ખાતાને લઈને કોઇ જરૂરી નિર્દેશ દેવાયા હતાં પણ તેમાં હવે કેટલાક નિયમોથી કેટલાક એકાઉન્ટમાં રાહત અપાઈ છે.

નવા સર્ક્યુલરમાં થયાં બદલાવ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

6 ઓગસ્ટે રિઝર્વે બેંકે એક જ સર્કયુલર જારી કર્યો હતો. જેમાં કહ્યું હતું કે આરબીઆઈએ કેટલાયે ગ્રાહકોના કરંટ એકાઉન્ટ ખોલવા પર રોક લગાવી છે. તે સિવાય નવા સર્ક્યુલર મુજબ ગ્રાહકોને તે બેંકમાં તેમનું કરન્ટ એકાઉન્ટ કે ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ ખોલવું અનિવાર્ય રહેશે જેનાથી તેઓ લોન લઈ રહ્યાં છે.

શા માટે જારી કરાયા આ નિયમ ?
આ નિયમો એ ગ્રાહકો પર લાગુ થશે જેમણે બેંક પાસેથી 50 કરોડ રૂપિયાથી વધુની લોન લીધી છે રિઝર્વે બેંકે કહ્યું કે કેટલીયે વાર એવું જોવાયું છે કે ગ્રાહક લોન કોઇ એક બેંકથી લે છે અને કરંટ એકાઉન્ટ કોઈ બીજી બેંકમાં જઈને ખોલાવે છે. આવુ કરવાથી કંપનીનો કેશફ્લો ટ્રેક કરવામાં ખૂબ પરેશાની થાય છે. તેથી આરબીઆઈએ સર્ક્યુલર જારી કરીને કહ્યું કે કોઇપણ બેંક આ રીતે એ ગ્રાહકોના ચાલુ ખાતા ના ખોલે, જેમણે કેશ ક્રેડિટ કે ઓવર ડ્રાફટની સુવિધા બીજી કોઇ જગ્યાએથી લીધી છે.

બેંક પણ રાખે આ વાતોનું ધ્યાન
RBIએ કરંટ એકાઉન્ટ ખોલવાની શર્તોમાં છૂટ દેવાની સાથે સાથે ગ્રાહકોને પણ એલર્ટ કર્યા છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે આ છૂટ ફક્ત શરતોને આધીન જ અપાઈ રહી છે તો બેંકોએ પણ આ વાતનું ધ્યાન રાખવું પડશે. આ સિવાય બેંકો એ વાતને લઈને આશ્વસ્થ કરશે કે આ સુવિધાનો ઉપયોગ કેટલાક નક્કી કરેલા ટ્રાન્ઝેક્શન સુધી જ કરી શકાશે. તે સિવાય બેંક તરફથી તેનું મોનીટરીંગ પણ કરાશે. RBIએ બેંકોને નિર્દેશ કર્યો છે કે કેશ ક્રેડિટ કે ઓવર ડ્રાફ્ટને રેગ્યુલર મોનીટર કરે.

Next Article