Rani Kamlapati Railway Station: PM મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે, રાણી કમલાપતિ રેલવે સ્ટેશનને જનતાને સમર્પિત કરશે

|

Nov 15, 2021 | 7:10 AM

Vir Birsa Munda: સ્વતંત્રતા સેનાની બિરસા મુંડા (Vir Birsa Munda) ની જન્મજયંતિ પર, વડાપ્રધાન આજે 15 નવેમ્બરે તેમની યાદમાં ભોપાલમાં આયોજિત આદિવાસી ગૌરવ દિવસ સંમેલનમાં ભાગ લેવા આવવાના છે.

Rani Kamlapati Railway Station: PM મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે, રાણી કમલાપતિ રેલવે સ્ટેશનને જનતાને સમર્પિત કરશે
Rani Kamlapati Railway Station

Follow us on

Rani Kamlapati Railway Station: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે, 15 નવેમ્બર, મધ્યપ્રદેશ (Madhya Pradesh) ની તેમની મુલાકાત દરમિયાન પુનઃવિકાસિત રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન (Rani Kamalapati Railway Station) નું ઉદ્ઘાટન કરશે. રેલ્વે મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાન (PM Narendra Modi) મધ્યપ્રદેશમાં રેલ્વેની ઘણી પહેલ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેમાં ગેજ કન્વર્ઝન અને ઇલેક્ટ્રિફાઇડ ઉજ્જૈન-ફતેહાબાદ ચંદ્રાવતીગંજ મોટી લાઇન સેક્શન, ભોપાલ-બરખેડા સેક્શનમાં ત્રીજી રેલવે લાઇન, રેલ લાઇન કન્વર્ઝન અને ઇલેક્ટ્રિફાઇડ માથેલા-નિમાર ખેરી બ્રોડ લાઇન સેક્શન અને ઇલેક્ટ્રિફાઇડ ગુના-ગ્વાલિયર સેક્શનનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન મોદી ઉજ્જૈન-ઈન્દોર અને ઈન્દોર-ઉજ્જૈન વચ્ચેની બે નવી MEMU ટ્રેનોને પણ લીલી ઝંડી આપશે. ગોંડ સામ્રાજ્યની બહાદુર અને નીડર રાણી કમલાપતિના સન્માનમાં પુનઃવિકાસિત મધ્ય પ્રદેશમાં પ્રથમ વિશ્વ કક્ષાના રેલ્વે સ્ટેશનનું નામ રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન રાખવામાં આવ્યું છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) હેઠળ પુનઃવિકાસ કરાયેલ સ્ટેશનને આધુનિક વિશ્વ કક્ષાની સુવિધાઓ સાથે ઈકો-ફ્રેન્ડલી ઈમારત તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેમાં દિવ્યાંગો માટે પરિવહનની સરળતાને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. સ્ટેશનને પરિવહનના વિવિધ પ્રકારો માટે એક સંકલિત હબ તરીકે પણ વિકસાવવામાં આવ્યું છે.

વિકલાંગ લોકોને રહેશે સરળતા
રાણી કમલાપતિ સ્ટેશનને આધુનિક વિશ્વ કક્ષાની સુવિધાઓ સાથે ગ્રીન બિલ્ડીંગ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે દિવ્યાંગોને મુસાફરીની સરળતા પૂરી પાડશે. સ્ટેશનને સંકલિત મલ્ટિ-મોડલ પરિવહન માટે હબ તરીકે પણ વિકસાવવામાં આવ્યું છે. તેમના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી રેલ્વેની અનેક પહેલ રાજ્યને સમર્પિત પણ કરશે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

ગોંડ રાણીની બહાદુરીનું સન્માન
સ્વતંત્રતા સેનાની બિરસા મુંડા (Vir Birsa Munda) ની જન્મજયંતિ પર, વડાપ્રધાન આજે 15 નવેમ્બરે તેમની યાદમાં ભોપાલમાં આયોજિત આદિવાસી ગૌરવ દિવસ સંમેલનમાં ભાગ લેવા આવવાના છે. મધ્યપ્રદેશ સરકારે શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને આધુનિક સુવિધાઓથી સજ્જ હબીબગંજ રેલ્વે સ્ટેશનનું નામ બદલવાની વિનંતી કરતા કહ્યું કે તે ગોંડ શાસકની રાણી કમલાપતિના વારસા અને બહાદુરીનું સન્માન કરશે. ગોંડ સમુદાય ભારતનો સૌથી મોટો આદિવાસી સમુદાય છે.

આ પણ વાંચો: Ahmedabad: રિવરફ્રન્ટ ખાતે ઉભું થશે નવું નજરાણું, જાણો ક્યારે તૈયાર થશે ફૂટ ઓવરબ્રિજ અને તેની વિશેષતાઓ

આ પણ વાંચો: Viral Video : દુલ્હને હરિયાણવી સ્ટાઈલમાં કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો જોઈને તમે પણ કરવા લાગશો ડાન્સ

Next Article