
રામમંદિર ભૂમિપૂજન માટે અયોધ્યા તૈયાર છે. અયોધ્યામાં હાલમાં દિવાળી જેવો માહોલ છે. આજે 12.44 વાગ્યે રામમંદિરનું ભૂમિપૂજન વડાપ્રધાન મોદીના હસ્તે થશે. ત્યારે વડાપ્રધાન મોદી માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસજી પોતાના નિવાસસ્થાનથી ભૂમિ પૂજન સ્થળ માટે રવાના થયા છે. તે પોતાની સાથે ચાંદીની શીલા લઈ નિકળ્યા છે. જેની સાથે મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે. ત્યારે વડાપ્રધાન મોદી લખનઉથી અયોધ્યા માટે રવાના થઈ ગયા છે. હવે થોડા સમયમાં જ તે અયોધ્યા પહોંચશે, જ્યાં હેલિપેડથી તે સૌથી પહેલા હનુમાનગઢી મંદિર પહોંચશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 6:05 am, Wed, 5 August 20