Ayodhya: રામ મંદિરમાં શ્રધ્ધાળુઓ ડિસેમ્બર 2023માં રામલલ્લાના દર્શન કરી શકશે

|

Aug 04, 2021 | 6:45 PM

ડિસેમ્બર 2023 સુધીમાં ભવ્ય રામ મંદિરનું કામ લગભગ પૂર્ણ થઈ જશે અને લોકો ભગવાન રામની પૂજા અર્ચના કરી શકશે.

Ayodhya: રામ મંદિરમાં શ્રધ્ધાળુઓ ડિસેમ્બર 2023માં રામલલ્લાના દર્શન કરી શકશે
ayodhya ram temple

Follow us on

અયોધ્યામાં (ayodhya) બની રહેલુ ભવ્ય રામ મંદિર (Ram Mandir) આગામી ડિસેમ્બર 2023 સુધીમાં શ્રધ્ધાળુઓ માટે ખુલ્લુ મૂકાઈ શકે છે. ભારત સહિત વિશ્વભરના શ્રધ્ધાળુઓ, અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરી શકશે તેમ સૂત્રોએ રામ મંદિર ટ્રસ્ટને ટાંકીને આ માહિતી આપી છે. અગાઉ પણ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, જે રામ મંદિરના નિર્માણની દેખરેખ રાખે છે, તેણે કહ્યું હતું કે મંદિરનું મુખ્ય સંકુલ 2023 ના અંત સુધીમાં તૈયાર થઈ જશે અને તે પછી તેને શ્રધ્ધાળુઓ રામ લલ્લાના દર્શન કરી શકે તે માટે ખોલી શકાય છે.

મંદિરના નિર્માણ સાથે સંકળાયેલા લોકોએ આ વર્ષની શરૂઆતથી ઘણી વખત કહ્યુ છે કે બે વર્ષની અંદર મંદિરમાં પૂજા પાઠ શરૂ થશે અને સામાન્ય ભક્તજનોને ભગવાનના દર્શન કરવાની છૂટ આપવામાં આવશે. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે ડિસેમ્બર 2023 સુધીમાં ભવ્ય રામ મંદિરનું કામ લગભગ પૂર્ણ થઈ જશે અને લોકો ભગવાન રામની પૂજા અર્ચના કરી શકશે.

યોગી આદિત્યનાથ અયોધ્યાની મુલાકાત લેશે, પીએમ મોદી સંબોધન કરી શકે છે
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી પાંચમી ઓગસ્ટને ગૂરૂવારના રોજ રામ મંદિર ભૂમિપૂજનને એક વર્ષ પૂર્ણ થશે. આ અવસરે, ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Yogi Adityanath) અયોધ્યાની મુલાકાત લેશે. સંભવ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પણ આ પ્રસંગે વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરે. જો કે સત્તાવાર રીતે આ બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

5 ઓગસ્ટ, 2020 ના રોજ પીએમ મોદીએ ભૂમિ પૂજન કર્યું હતુ
ગયા વર્ષે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું. અયોધ્યામાં આયોજિત સરકારી કાર્યક્રમ અંતર્ગત 100 થી વધુ લોકોને પીએમ ગરીબ કલ્યાણ અન્ના યોજનાનો લાભ આપવામાં આવશે. આ પહેલા મંગળવારે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો સંભવિત કાર્યક્રમ 
ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આવતીકાલ 5 ઓગસ્ટે બપોરે 12 વાગ્યે અયોધ્યા પહોંચશે. ત્યાં તેઓ લગભગ 3 કલાક સુધી રોકાશે. યોગી આદિત્યનાથ પહેલા 12 વાગ્યે રામકથા પાર્ક પહોંચશે. તે પછી પીએમ અન્ના યોજના કાર્યક્રમમાં જોડાશે. બપોરના સવા બે કલાકે રામલલાના દર્શન પણ કરશે અને 3 વાગ્યે લખનૌ જવા રવાના થશે.

 

આ પણ વાંચોઃ Central cabinet: ધોરણ 6 થી 8માં વ્યવસાયિક શિક્ષણ ઉપર મૂકાશે ભાર, સરકારી શાળામાં પણ હવેથી હશે પ્લે સ્કૂલ

આ પણ વાંચોઃ Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમનો આર્જેન્ટીના સામે સેમીફાઇનલમાં મળી હાર, હવે બ્રોન્ઝ માટે પ્રયાસ

Next Article