
Rajasthan Assembly Elections 2023: આ વર્ષના અંતમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે (Congress) તૈયારીઓ શરૂ કરી દીધી છે. તૈયારીના ભાગરૂપે રાજસ્થાનમાં આજે કોંગ્રેસ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં CM અશોક ગેહલોત અને PCC ચીફ સહિત પ્રદેશ કોંગ્રેસના 29 નેતા સામેલ થયા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે મીડિયાને સંબોધતા કહ્યુ કે, મીટિંગમાં નેતાઓએ નિર્ણય લીધો છે કે, કોંગ્રેસ રાજસ્થાન ચૂંટણી જીતી શકે છે, પરંતુ શરત એ છે કે રાજસ્થાન કોંગ્રેસમાં એકતા હોવી જોઈએ.
કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે પાર્ટીની તૈયારીઓ પર કહ્યું કે, આજે બેઠકમાં હાજર તમામ નેતાઓએ એક થઈને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, જીતવાની ક્ષમતાના આધાર પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોની યાદી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે.
29 leaders from Rajasthan Congress including the CM & PCC chief participated in this meeting today. All the leaders unanimously decided that Congress can win the Rajasthan elections provided there is unity among Rajasthan Congress. Today, all leaders decided to fight the… pic.twitter.com/rhcvKAXP7d
— ANI (@ANI) July 6, 2023
સૂત્રોએ જણાવ્યું કે પાર્ટીમાં સચિન પાયલટની ભૂમિકા અંગે એક સપ્તાહમાં મોટી જાહેરાત થઈ શકે છે. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે વસુંધરા સરકારના ભ્રષ્ટાચાર સામે ગેહલોત સરકાર તાત્કાલિક પગલાં લેશે. આ બેઠકમાં સીએમ અશોક ગેહલોત અને પીસીસી ચીફ સહિત 29 નેતાઓએ હાજરી આપી હતી.
આ પણ વાંચો : Taiwan: તાઈવાનની મોટી જાહેરાત, ભારતમાં ખોલશે ત્રીજી રાજદ્વારી ઓફિસ, ચીનને લાગશે મરચા!
1. રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે RPSC નાબૂદ કરી તેનું પુનર્ગઠન કરવું જોઈએ.
2. પેપર લીકના કારણે જે વિદ્યાર્થીઓને નુકસાન થયું છે તે તમામ વિદ્યાર્થીઓને યોગ્ય વળતર મળવું જોઈએ.
3. પૂર્વ સીએમ અને બીજેપી નેતા વસુંધરા રાજે સિંધિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસની તપાસ થવી જોઈએ.
કેસી વેણુગોપાલે કહ્યું કે પાર્ટીએ નિર્ણય લીધો છે કે દરેકે કડક નિયમોનું પાલન કરવું પડશે. કોઈપણ મુદ્દા પર માત્ર પક્ષની અંદર ચર્ચા થવી જોઈએ અને પક્ષના આંતરિક રાજકારણ વિશે પક્ષની બહાર બોલવાની કોઈને સ્વતંત્રતા નથી.