Rajasthan Rajya Sabha Election 2022: મતદાન વચ્ચે BJP માટે આવ્યા ચિંતાના સમાચાર, 3 ધારાસભ્યોએ મત આપવામાં ભૂલ કરી

|

Jun 10, 2022 | 7:39 PM

Rajasthan Rajya Sabha Election 2022 : રાજસ્થાનમાં રાજ્યસભાની ચૂંટણીના (Rajya Sabha Election) મતદાન વચ્ચે ભાજપના ત્રણ મત નામંજૂર થવાની શક્યતા છે. હાલમાં સિદ્ધિ કુમારી અને કૈલાશચંદ મીણા સહિત ભાજપની શોભારાણીએ મત નાખવામાં ભૂલ કરી છે.

Rajasthan Rajya Sabha Election 2022: મતદાન વચ્ચે BJP માટે આવ્યા ચિંતાના સમાચાર, 3 ધારાસભ્યોએ મત આપવામાં ભૂલ કરી
Rajasthan Rajya Sabha Election 2022
Image Credit source: file photo

Follow us on

Rajasthan Rajya Sabha Election 2022 : હાલમાં રાજસ્થાનમાં રાજ્યસભાની (Rajasthan Rajya Sabha Election) 4 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. રાજ્યસભાની બેઠકો માટેના મતદાન દરમિયાન ત્રણ મતોની ભૂલનો મામલો સામે આવ્યો છે. થયુ એવુ કે ધોલપુરના બીજેપી (BJP) ધારાસભ્ય શોભરાણી કુશવાહાએ ભૂલથી પોતાનો વોટ ભાજપના ઘનશ્યામ તિવારીને બદલે કોંગ્રેસના પ્રમોદ તિવારીને આપી દીધો છે. આ સ્થિતિમાં ભાજપનું ચૂંટણીનું ગણિત બગડી શકે છે. આ સાથે જ ભાજપ એવું પણ કહી રહ્યું છે કે શોભારાણીના વોટમાં ગરબડ થઈ છે.

આજે સવારથી ચાલી રહ્યું હતુ મતદાન

તમને જણાવી દઈએ કે રાજસ્થાનની 4 રાજ્યસભા સીટોના ​​ઉમેદવારો માટે આજે સવારે 9 વાગ્યાથી વિધાનસભામાં મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે 4 વાગ્યા સુધી ચાલ્યુ. આ મતદાન પ્રક્રિયા શરૂ થતાની સાથે જ પ્રથમ વોટ સીએમ અશોક ગેહલોતે આપ્યો હતો. બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓએ પોતાના ધારાસભ્યોને ભૂલ મુક્ત મતદાન માટે સૂચનાઓ આપી હતી. બીજી તરફ રાજ્યસભાની ચૂંટણીમાં હોર્સ ટ્રેડિંગ અને બળવાના ડરથી પ્રથમ વખત ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યુ હતુ. રાજ્યસભાના સમગ્ર મતદાન અને મતગણતરી દરમિયાન સીએમ અશોક ગેહલોત પોતે હાજર રહેશે.

ભાજપના આ મતો ફગાવી શકાય છે

અહીં બીજેપી ધારાસભ્ય સિદ્ધિ કુમારીનો વોટ પણ ખોટો પડ્યો છે. મળતી માહિતી મુજબ તેમણે અપક્ષ સુભાષ ચંદ્રાને મત આપવાનો હતો પરંતુ તેમણે પોતાનો મત ઘનશ્યામ તિવારીને આપ્યો હતો. બીજી તરફ બાંસવાડાના ગઢીના બીજેપી ધારાસભ્ય કૈલાશ ચંદ મીણાએ પણ વોટ નાખવામાં ભૂલ કરી છે. તેમનો મત પણ નકારવામાં આવી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતસારાએ દાવો કર્યો છે કે કૈલાશચંદ મીણાએ પોલિંગ એજન્ટને બતાવીને પોતાનો મત આપ્યો છે, તો ભૂલ કઈ રીતે થઈ શકે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આ મામલે હવે સીસીટીવી અને ચૂંટણી પંચના વીડિયો રેકોર્ડિંગ જોયા બાદ જ નિર્ણય લેવામાં આવશે. આગળ જણાવ્યુ તેમ ધોલપુરના બીજેપી ધારાસભ્ય શોભરાણી કુશવાહાએ પણ ભૂલથી પોતાનો વોટ ભાજપના ઘનશ્યામ તિવારીને બદલે કોંગ્રેસના પ્રમોદ તિવારીને આપી દીધો છે.

સીએમ અશોક ગેહલોત બન્યા પોલિંગ એજન્ટ

નોંધનીય છે કે આ વખતે સીએમ અશોક ગેહલોત પોતે પોલિંગ એજન્ટ બની ગયા છે, તેથી કોંગ્રેસના દરેક ધારાસભ્ય પણ મતદાન કર્યા પછી સીએમને બેલેટ પેપર બતાવતા હતા. કોંગ્રેસના 108 ધારાસભ્યો સીએમ ગેહલોતને પોતાના વોટ બતાવ્યા હતા. જયારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા સીએમ ગેહલોતના રાહત આપનાર પોલિંગ એજન્ટ બન્યા હતા.

Next Article