Rajasthan: બાઈક અથડાવા જેવી સામાન્ય બાબત મારામારી સુધી પહોંચી, યુવકને સળિયા વડે માર મારતા એકનું મોત, જયપુરમાં તણાવની સ્થિતિ

|

Sep 30, 2023 | 3:39 PM

જયપુરના સુભાષ ચોકમાં અકસ્માતની ઘટના બની હતી અને તે જ મામલામાં લડાઈમાં એક યુવકના મોત બાદ જયપુરમાં તણાવની સ્થિતિ છે. મૃતકના પરિવારજનોએ પોલીસ અને પ્રશાસનને જવાબદાર ઠેરવતા પોસ્ટમોર્ટમનો ઇનકાર કર્યો છે. જો કે હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પરિવારના સભ્યોને 50 લાખ રૂપિયાનું વળતર અને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.

Rajasthan: બાઈક અથડાવા જેવી સામાન્ય બાબત મારામારી સુધી પહોંચી, યુવકને સળિયા વડે માર મારતા એકનું મોત, જયપુરમાં તણાવની સ્થિતિ

Follow us on

જયપુરના સુભાષ ચોકમાં અકસ્માત બાદ થયેલી લડાઈ બાદ યુવકની હત્યાનો મામલો ગરમાવા લાગ્યો છે. મૃતક યુવકના પરિવારજનોએ પોલીસ અને વહીવટીતંત્ર પર આક્ષેપ કરતાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઈનકાર કર્યો હતો. જો કે બાદમાં પોલીસે પરિવારજનોને શાંત પાડી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. બીજી તરફ મામલો જોર પકડતો જોઈને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મૃતકોના પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

બંને બાઈક ચાલકો વચ્ચે મારામારી

ખુદ મુખ્યમંત્રીએ એક વ્યક્તિને નોકરી આપવા જાહેરાત કરી છે. હાલ ઘટનાસ્થળે તંગ માહોલ છે. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત સુભાષ ચોક પર થયો હતો. બે બાઇક વચ્ચે સામસામે અથડાઇ હતી. આ પછી બંને બાઇક ચાલકો વચ્ચે મારામારી થઇ હતી. જેમાં એક બાઈક સવારે તેના મિત્રોને બોલાવીને બીજા બાઇક સવારને માર માર્યો હતો. જેમાં ઇકબાલ નામના યુવકનું મોત થયું હતું.

ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરંતુ જ્યારે મૃતક ઈકબાલના પરિવારજનો એસએમએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા ત્યારે તેઓએ હોબાળો મચાવ્યો હતો. ઘટના બાદ સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં બે બાઇક સામસામે અથડાતી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ પછી બંને બાઇક સવારો વચ્ચે ઝઘડો થાય છે. આ દરમિયાન કેટલાક લોકો એક બાઇક સવારના સમર્થનમાં આવ્યા અને બીજા બાઇક સવારને માર માર્યો. આ ઘટનામાં બાઇક સવાર ઇકબાલનું મોત થયું હતું.

ચોમાસામાં ગોળની ચા પીવાના 10 ફાયદા જાણો
હાર્દિકના ઘરે વર્લ્ડ કપ જીતની ઉજવણી, પત્ની નતાશા ગેરહાજર ! ભાભી પંખુરીએ શેર કરી તસવીર
ફેટી લીવર હોય તો સવારે શું ખાવું ?
વિરાટ કોહલી તેના બાળપણના કોચને ગળે મળતા જ થયો ભાવુક, જુઓ તસવીર
જ્યાં છે અંબાણીનું ઘર એન્ટિલિયા ત્યાં જમીનના ભાવ શું છે? આટલામાં મળશે એક ફ્લેટ
રમ, વ્હિસ્કી, વાઇન અને બીયર... શેમાં નશો વધારે થાય ?

આ પણ વાંચો : પ્રશ્નોના ઘેરાયેલો છે INDIA ગઠબંધનનો રાજકીય રથ, સારથી પણ નક્કી નથી

ટૂંક સમયમાં આરોપીની કરાશે ધરપકડ

પરિવારજનોનો આરોપ છે કે ઇકબાલને માથામાં સળિયા વડે મારવામાં આવ્યો હતો. જેના કારણે તેનું માથું ફાટી ગયું હતું અને વધારે લોહી વહી જવાને કારણે તેનું મોત થયું હતું. મૃતકના પરિવારજનોએ પ્રશાસન પર પહેલા આરોપીઓને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી, આરોપીઓની ધરપકડ અને યોગ્ય વળતરની માંગ સાથે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જોકે, ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ ભારે મુશ્કેલીથી પરિવારજનોને શાંત પાડ્યા હતા અને લાશને એસએમએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ હાઉસમાં મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું કે આ ગુનાને અંજામ આપનારા કેટલાક આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:55 pm, Sat, 30 September 23

Next Article