Rajasthan Aircraft Crash: પાકિસ્તાન બોર્ડર પાસે જેસલમેરમાં MiG-21 પ્લેન ક્રેશ, પાયલોટ શહિદ

|

Dec 24, 2021 | 11:27 PM

દુર્ઘટનાની તીવ્રતા જોતા પાયલોટના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Rajasthan Aircraft Crash: પાકિસ્તાન બોર્ડર પાસે જેસલમેરમાં MiG-21 પ્લેન ક્રેશ, પાયલોટ શહિદ
Mig-21 Crash In Jaisalmer

Follow us on

Rajasthan Aircraft Crash: ભારતીય વાયુસેના (IAF) નું મિગ-21 ફાઇટર એરક્રાફ્ટ આજે સાંજે રાજસ્થાનના જેસલમેર નજીક ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું હતું (Mig-21 Crash In Jaisalmer). દુર્ઘટનાની તીવ્રતા જોતા પાયલોટના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં પાયલટના શાહિદ થયાના અહેવાલ આવ્યા હતા. . તમને જણાવી દઈએ કે 25 ઓગસ્ટે વાયુસેનાનું મિગ-21 બાઇસન ફાઈટર એરક્રાફ્ટ બાડમેરમાં ટ્રેનિંગ દરમિયાન ક્રેશ થયું હતું. જોકે, પ્લેનનો પાયલોટ સુરક્ષિત હતો. પરંતુ આજના અકસ્માતમાં પાયલોટ વિશે કશું જાણવા મળ્યું ના હતું. પ્રથમ તો પાયલોટની શોધ ચાલુ હતી અને દુર્ઘટનાની તીવ્રતા જોતા પાયલોટના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી. પરંતુ પાછળથી પાયલટ શાહિદ થયાની પુષ્ટિ થઈ હતી. 

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાનું એક ફાઈટર પ્લેન શુક્રવારે રાત્રે જેસલમેરમાં ક્રેશ થયું હતું. જેસલમેરના એસપી અજય સિંહે જણાવ્યું કે વિમાન સામ પોલીસ સ્ટેશન વિસ્તારના ડેઝર્ટ નેશનલ પાર્ક વિસ્તારમાં ક્રેશ થયું હતું. એસપીએ કહ્યું કે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તેઓ પણ અકસ્માત સ્થળ તરફ જઈ રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે એરફોર્સનું પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું હોય. આ પહેલા પણ મિગ-21 વિમાનો દુર્ઘટનાનો શિકાર બની ચૂક્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એક મહિનામાં સેનાનું બીજું પ્લેન ક્રેશ થયું
આર્મીનું મિગ-21 ક્રેશ થયું, જેસલમેર પાસે DNP વિસ્તારમાં થયો અકસ્માત, અકસ્માતમાં પાયલટ લાપતા અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેસલમેરમાં પાકિસ્તાન બોર્ડર પાસે મિગ-21 વિમાન ક્રેશ થયું છે. સેનાનું ફાઈટર પ્લેન ક્રેશ થયા બાદ તે સુદાસરી ડેઝર્ટ નેશનલ પાર્કમાં પડ્યું હતું. પ્લેન ક્રેશ થતાની સાથે જ આગની જ્વાળાઓ વધવા લાગી હતી. હાલ પાયલોટની શોધખોળ ચાલુ છે. તમને જણાવી દઈએ કે સેનાના અકસ્માતો વધી રહ્યા છે.

8 ડિસેમ્બરે હેલિકોપ્ટર દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા હતા
8 ડિસેમ્બરના રોજ, તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા હતા. જેમાં દેશના પહેલા CDS બિપિન રાવત અને તેમની પત્ની પણ સામેલ હતા. એક મહિનામાં એરફોર્સનું બીજું એરક્રાફ્ટ ક્રેશ થયું છે. હજુ સુધી પાઈલટ વિશે કંઈ જાણવા મળ્યું નથી. તેની શોધખોળ ચાલુ છે.

આ પણ વાંચો: SURAT : કોરોનાના દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે શહેરના 41 દર્દીઓના જીનોમ રિપોર્ટ ગાંધીનગર લેબમાં પેન્ડીંગ

આ પણ વાંચો: Indipaisa અને NSDL પેમેન્ટ બેંકે ફીનટેક પ્લેટફોર્મ લોન્ચ કરવા માટે કરી ભાગીદારી, ભારતના વિકાસશીલ 63 મિલિયન SME ક્ષેત્રનું લક્ષ્ય

Published On - 10:14 pm, Fri, 24 December 21

Next Article