kalicharan Maharaj: મહાત્મા ગાંધી માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરનારા કાલીચરણને લઈ કોર્ટમાં 55 મિનિટ ચર્ચા, જાણો શું થઈ સજા

|

Dec 31, 2021 | 8:12 AM

કોર્ટમાં લગભગ 55 મિનિટ સુધી ચર્ચા ચાલી, ત્યારબાદ કાલીચરણ મહારાજને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા. 1 જાન્યુઆરીએ તેને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

kalicharan Maharaj: મહાત્મા ગાંધી માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરનારા કાલીચરણને લઈ કોર્ટમાં 55 મિનિટ ચર્ચા, જાણો શું થઈ સજા
Sant Kalicharan was arrested from Khujraho in Madhya Pradesh

Follow us on

રાયપુરની એક કોર્ટે કાલીચરણ મહારાજ(kalicharan Maharaj)ને મહાત્મા ગાંધી(Mahatama Gandhi) વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ બે દિવસની પોલીસ કસ્ટડી(Police Custody)માં મોકલી દીધા છે. છત્તીસગઢ પોલીસે ગુરુવારે મધ્યપ્રદેશના ખજુરાહો(Khajuraho in Madhya Pradesh)થી કાલીચરણની ધરપકડ કરી હતી. તેને ગુરુવારે સાંજે રાયપુરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. કોર્ટમાં લગભગ 55 મિનિટ સુધી ચર્ચા ચાલી, ત્યારબાદ કાલીચરણને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો. 1 જાન્યુઆરીએ તેને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મહાત્મા ગાંધી માટે અપશબ્દો, રાયપુરમાં કેસ નોંધાયો

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આયોજિત ધર્મ સંસદના કાર્યક્રમમાં કાલીચરણે મહાત્મા ગાંધી વિશે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા અને આ દરમિયાન અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. કાલીચરણના મહાત્મા ગાંધી વિશેના નિવેદનની દેશભરમાં ટીકા થઈ હતી અને તેમની સામે રાયપુરના ટિકરાપારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. રાયપુરમાં કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રમોદ દુબેએ કાલીચરણ વિરુદ્ધ બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. 

આ મામલે કાર્યવાહી કરતા છત્તીસગઢ પોલીસે ગુરુવારે મધ્યપ્રદેશના ખજુરાહોથી કાલીચરણની ધરપકડ કરી હતી. કાલીચરણની ધરપકડ બાદ મધ્યપ્રદેશ અને છત્તીસગઢના નેતાઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. 

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ છત્તીસગઢ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કાલીચરણની ધરપકડને ખોટી ગણાવી હતી. મિશ્રાએ આ કાર્યવાહીને સંઘીય માળખા વિરુદ્ધ ગણાવી હતી. જોકે, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પોલીસ કાર્યવાહીના સમર્થનમાં દેખાયા હતા. બઘેલે પોલીસના આ પગલાને યોગ્ય ઠેરવતા નરોત્તમ મિશ્રાની પૂછપરછ કરી. ભૂપેશ બઘેલે મિશ્રાને સવાલ કર્યો અને પૂછ્યું કે, મિશ્રા બાબાની ધરપકડથી ખુશ છે કે નારાજ? પહેલા આનો જવાબ આપે.

 

આ પણ વાંચો : અમદાવાદના મોટા બિલ્ડરનું અપહરણ: ફિલ્મી સ્ટાઈલમાં ઉઠાવી ગયા અને માંગી અધધધ ખંડણી, જાણો વિગત

 

Published On - 7:56 am, Fri, 31 December 21

Next Article