ડિવિઝનલ રેલ્વે મેનેજર રાજીવ ધનખરે જણાવ્યું હતું કે, આ ટ્રેનની શરૂઆતથી જયપુર અને અજમેરના મુસાફરોને અમદાવાદ પહોંચવા માટે વધારાનો વૈકલ્પિક માર્ગ અને ટ્રેન મળી છે. આ ટ્રેન જયપુર, ફૂલેરા, કિશનગઢ, અજમેર, નસીરાબાદ, ભીલવાડા, ચંદેરિયા, માવલી જં, રાણાપ્રતાપનગર, ઉદયપુર શહેર, જાવર, ડુંગરપુર, શામળાજી રોડ, હિંમતનગર, નાંદોલ દહેગામ અને સરદાર ગ્રામ સ્ટેશનો થઈને અમદાવાદ પહોંચશે. આવી સ્થિતિમાં આ સ્ટેશનોના મુસાફરોને વધુ એક વધારાની ટ્રેનની સુવિધા મળશે.
આ પણ વાચો: સર્કસમાં ટ્રેનરને સિંહે મારી જ નાંખ્યો હોત, ટ્રેનરે ગુસ્સામાં શું કર્યું જુઓ Viral Video
આ ટ્રેન સેવા મુસાફરો માટે દરરોજ ઉપલબ્ધ રહેશે. ટ્રેન નંબર 12981 જયપુર-અસારવા સુપરફાસ્ટ 3 માર્ચના રોજ જયપુરથી દરરોજ 19.35 કલાકે (સાંજે 7.35 કલાક) ઉપડશે અને બીજા દિવસે સવારે 8.50 કલાકે અસારવા પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 12982 અસારવા-જયપુર સુપરફાસ્ટ ટ્રેન સેવા અસારવાથી 4 માર્ચથી દરરોજ 18.45 કલાકે (સાંજે 6.45 કલાક) ઉપડશે અને બીજા દિવસે 7.35 કલાકે જયપુર પહોંચશે.
IRCTCનું આ ટ્રેન ટૂર પેકેજ 4 રાત અને 5 દિવસનું છે. આ ટૂર પેકેજ હોળીના બીજા દિવસે એટલે કે 9મી માર્ચે ચેન્નાઈથી શરૂ થશે. આ ટ્રેન ટૂર પેકેજમાં, તમે ઉટી, મુદુમલાઈ અને કુન્નુરની મુલાકાત લઈ શકશો. ટ્રાવેલિંગ મોડ ટ્રેનનો હશે અને ટિકિટમાં તમે થર્ડ એસી અને ટુએસ ટિકિટ પર મુસાફરી કરી શકશો. આ ટૂર પેકેજમાં તમને ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પણ મળશે.
માર્ચ મહિનો ખૂબ જ ખાસ હોય છે. જો તમે હોળી પછી તમારી ગર્લફ્રેન્ડ, પત્ની અથવા પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. વાસ્તવમાં IRCTCએ એક ટ્રેન ટૂર પેકેજ બહાર પાડ્યું છે, જેમાં તમે ઉટી, મુદુમલાઈ અને કુન્નૂરની મુલાકાત લઈ શકશો. આ IRCTC ટુર પેકેજનું નામ CHENNAI-OOTY-MUDUMALAI-CHENNAI (SMR007) છે.