શતાબ્દી એક્સપ્રેસમાં અચાનક પહોંચ્યા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુસાફરો પાસેથી લીધો અભિપ્રાય, જુઓ VIDEO

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અચાનક નવી દિલ્હીથી અજમેર જતી શતાબ્દી એક્સપ્રેસનું નિરીક્ષણ કરવા પહોચ્યાં હતા. તે અનેક બોગીઓમાં ફર્યા અને લોકો પાસેથી ટ્રેનના રિવ્યૂ પણ લીધા હતા.

શતાબ્દી એક્સપ્રેસમાં અચાનક પહોંચ્યા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુસાફરો પાસેથી લીધો અભિપ્રાય, જુઓ VIDEO
Railway Minister Ashwini Vaishnav
| Edited By: | Updated on: Mar 19, 2023 | 5:39 PM

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘણી વખત રેલવેમાં ઓચિંતી મુલાકાત કરવા જતા હોય છે. ખાસ વાત એ છે કે તે યાત્રીઓ સાથે ઘણી વાતો કરે છે અને રેલવેને લગતા ઘણા પ્રશ્નો પણ પૂછે છે. તેના ઘણા વીડિયો અગાઉ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ત્યારે આજે તેમણે અચાનક નવી દિલ્હીથી અજમેર જતી શતાબ્દી એક્સપ્રેસનું નિરીક્ષણ કરવા પહોચ્યાં હતા. રેલવે મંત્રી અનેક બોગીઓમાં ફર્યા અને લોકો પાસેથી ટ્રેનના ફિડબેક પણ લીધા હતા. ત્યારે તેમની આ મુલાકાત દરમિયાન તેમની સાથે અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

ઘણીવાર લોકો ટ્રેનોમાં ગંદકીની ફરિયાદ કરતા હોય છે. ખાસ કરીને પ્રીમિયમ ટ્રેનોમાં લોકો વીડિયો બનાવીને પોસ્ટ કરે છે. રેલવે પણ તેમના પર તાત્કાલિક પગલાં લે છે. ત્યારે રેલવે મંત્રી આજે શતાબ્દી એક્સપ્રેસમાં નિરિક્ષણ કરવા પહોચ્યાં હતા. ત્યારે મુસાફરો પણ તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

તેમણે ઘણા મુસાફરો સાથે વાતચીત કરી અને ફીડબેક પણ લીધા. આ દરમિયાન તેમને મળેલા જવાબોથી તે ખૂબ જ ખુશ થયા હતા. રેલ્વે મંત્રીએ કહ્યું કે યાત્રીઓ તરફથી જે ફીડબેક મળ્યો છે તે ઘણો સારો છે. મુસાફરોએ જણાવ્યું હતું કે સ્વચ્છતા પહેલા કરતા સારી થઈ રહી છે.

વંદે ભારત દિલ્હી-જયપુર-અજમેર રૂટ પર દોડશે: રેલવે મંત્રી

વંદે ભારત પહેલાથી જ દેશના ઘણા ભાગોમાં ચલાવવામાં આવી રહ્યું છે. આ ટ્રેનમાં લોકો પણ ખૂબ એન્જોય કરી રહ્યા છે. અંદરથી તે કોઈ ફ્લાઈટથી ઓછું લાગતું નથી. ઓછા સમયમાં લાંબા અંતરની મુસાફરી માટે વંદે ભારત આજે લોકોની પહેલી પસંદ બની ગયું છે. જ્યારે રેલ્વે મંત્રી શતાબ્દી એક્સપ્રેસમાં લોકો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે સરકાર દિલ્હીથી જયપુર-અજમેર રૂટ પર વંદે ભારત ટ્રેન ચલાવવાનું પણ વિચારી રહી છે અને તે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

ટ્રાયલ ટૂંક સમયમાં થશે

તેમણે આ વિશે કહ્યું કે સૌથી પહેલા રૂટમાં તેનું ટ્રાયલ કરવામાં આવશે. જો બધું બરાબર રહ્યું અને ટ્રાયલ સફળ થશે તો 10 એપ્રિલ પહેલા આ રૂટ પર વંદે ભારત શરૂ કરવામાં આવશે. વંદે ભારતની સ્પીડ અને ટ્રેકની જાળવણી અંગે પણ કામ કરવામાં આવશે જેથી યાત્રા સંપૂર્ણપણે સુરક્ષિત રહે.