Viral Video : રાહુલ ગાંધી તેમના જન્મના સાક્ષી નર્સને મળ્યા ,વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

|

Aug 19, 2021 | 3:25 PM

તાજેતરમાં સોશિયલ મીડિયા (Social Media)પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં રાહુલ ગાંધી તેમના જન્મના સાક્ષી નર્સ રાજમ્મા વાવાથિલ સાથે જોવા મળી રહ્યા છે.

Viral Video : રાહુલ ગાંધી તેમના જન્મના સાક્ષી નર્સને મળ્યા ,વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
Viral Video

Follow us on

Viral Video :  કેરળના વાયનાડ પ્રવાસ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી નર્સ રાજમ્મા વાવાથિલને મળ્યા હતા.તમને જણાવી દઈએ કે, કેરળ કોંગ્રેસના સતાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ વીડિયો પોસ્ટ થયા બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આપને જણાવવું રહ્યુ કે, દિલ્હીની હોલી ફેમિલી હોસ્પિટલમાં (Holy Family Hospital) રાજામ્મા એક નર્સ તરીકે ફરજ નિભાવતા હતા. રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન, 1970 ના રોજ થયો હતો. ત્યારે આ નર્સ જન્મ બાદ તરત જ રાહુલને તેના હાથમાં પકડ્યો હતો. વીડિયોમાં જોવા મળે છે કે,નર્સ રાજમ્મા રાહુલને (Rahul Gandhi) જોઈને ખૂબ જ ખુશ થયા અને તેમને શુભેચ્છાઓ અને પ્રેમથી આશીર્વાદ આપ્યા અને તેમણે રાહુલ ગાંધીને મીઠાઈ આપતા જોવા મળી રહ્યા છે.

શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ
Vastu Tips : રસોડાની આ દિશામાં વાસણ રાખો, તમારી આર્થિક સ્થિતિ બનશે મજબૂત !
રાત્રે ઊંઘ નથી આવતી? અજમાવો 6 આયુર્વેદિક ઉપાય
સ્ટાઈલ મામલે બહેન જાહ્નવીને પણ ટકકર આપે છે ખુશી, જુઓ ફોટો

કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર (Twitter Handle) વીડિયો શેર કરવામાં આવ્યો હતો. વીડિયો સાથે શેર કરેલા કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “રાજમ્મા અમ્મા તરફથી પવિત્ર પ્રેમ અને સ્નેહ, જે દિલ્હીની હોલી ફેમિલી હોસ્પિટલમાં નર્સ હતા, જ્યાં રાહુલ ગાંધીનો જન્મ થયો હતો.”

 

જુઓ આ વીડિયો

 

આ વીડિયોમાં રાજમ્મા તેમના પુત્રને રાહુલ ગાંધી સાથે પરિચય કરાવતા જોવા મળી રહ્યા છે અને કોંગ્રેસના નેતા (Congress Leader0 રાહુલ ગાંધી વિશે જણાવતા કહ્યું કે, “તે મારી સામે જન્મ્યો હતો.”

રાજમ્માએ સોનિયા ગાંધી (Sonia Gandhi) વિશે પૂછતા રાહુલ ગાંધીને કહ્યું કે,તમારી માતાને મારી શુભેચ્છા પાઠવજો,વધુમાં કહ્યું કે”હું તમને મારા ઘરેથી ઘણી વસ્તુઓ આપવા માંગુ છું, પરંતુ તમારી પાસે સમય નથી, હું સમજું છું.”

તમને જણાવી દઈએ કે, આ વીડિયો (Viral Video) લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે,ઉપરાંત આ વીડિયો જોઈને યુઝર્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યું કે,કોઈ શબ્દો નથી આ ભાવના માટે, તો અન્ય એક યુઝર્સ લખ્યું કે,રાહુલ ગાંધી જેન્ટલમેન છે,તો અન્ય કેટલાક યુઝર્સ રાહુલ ગાંધી અને તેની પાર્ટીના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Viral Video : બાળકીએ હિરોઈનની જેમ કર્યું ‘રેમ્પ વોક’, વીડિયો જોઈને તમે પણ ખુશ થઈ જશો

આ પણ વાંચો:  Funny Video : લગ્નમાં વિધિ દરમિયાન દુલ્હન થઈ ગઈ ગુસ્સે, વીડિયો જોઈને તમે પણ થઈ જશો સ્તબ્ધ !

Next Article