માનહાનિના કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યા બાદ રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ પણ રદ થઈ ગયું છે. કેરળના વાયનાડથી સાંસદ રાહુલને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. રાહુલ ગાંધી માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો માનવામાં આવે છે. રાહુલને લોકસભામાંથી આ સંદર્ભે નોટિફિકેશન પણ આપવામાં આવ્યું છે. ગુરુવારે જ કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની જેલની સજા સંભળાવી હતી. હવે સવાલ એ ઊભો થાય છે કે શું રાહુલ ગાંધી 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી લડી શકશે નહીં ?
જનપ્રતિનિધિત્વ અધિનિયમમાં અયોગ્યતા અંગેની જોગવાઈ છે. આરપી એક્ટની કલમ 8(3) માં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ગુના માટે દોષિત ઠરેલી વ્યક્તિને બે વર્ષથી ઓછી ન હોય તેવી જેલની સજા થઈ હોય તે દોષિત ઠર્યાની તારીખથી અયોગ્ય ગણાશે.
કોંગ્રેસે કહ્યું છે કે, તેમને આ વાત પહેલાથી જ ખબર હતી. આ માટે અમારે જનપ્રતિનિધિત્વ અધિનિયમ વિશે જાણવું પડશે, જે મુજબ, જનપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ, જો સાંસદો અને ધારાસભ્યોને કોઈપણ કેસમાં 2 વર્ષથી વધુની સજા થઈ હોય, તો તેમનું સભ્યપદ (સંસદમાંથી) અને વિધાનસભા) રદ કરવામાં આવશે.
હવે જ્યારે લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે, ત્યારે સ્પષ્ટ છે કે, તેઓ હવે 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવવામાં આવી છે, ત્યારબાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. આ રીતે રાહુલ ગાંધી કુલ આઠ વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં.
રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ કોમન કેમ છે? બધા ચોરની અટક મોદી કેમ છે? આ પછી, ભાજપના ધારાસભ્યએ માનહાનિનો કેસ દાખલ કરીને આરોપ લગાવ્યો કે 2019માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલે કથિત રીતે કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ છે? તેમના નિવેદનથી અમારી અને સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે. પૂર્ણેશ ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રથમ કાર્યકાળમાં મંત્રી હતા. તેઓ ડિસેમ્બરમાં સુરતમાંથી ફરીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
Published On - 3:47 pm, Fri, 24 March 23