રાહુલ ગાંધીએ બેરોજગારીના મુદ્દે PM મોદીને ઘેર્યા, કહ્યું- હેટ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા સાથે ન ચાલી શકે

|

Apr 27, 2022 | 4:35 PM

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બુધવારે કેટલીક વૈશ્વિક બ્રાન્ડના ભારત છોડવાના સમાચારને ટાંકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, 'હેટ ઇન ઇન્ડિયા' અને 'મેક ઇન ઇન્ડિયા' એકસાથે ચાલી શકે નહીં.

રાહુલ ગાંધીએ બેરોજગારીના મુદ્દે PM મોદીને ઘેર્યા, કહ્યું- હેટ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા સાથે ન ચાલી શકે
ફાઈલ ફોટો
Image Credit source: Image Credit Source: File Photo

Follow us on

કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બુધવારે કેટલીક વૈશ્વિક બ્રાન્ડના ભારત છોડવાના સમાચારને ટાંકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હેટ ઇન ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ એકસાથે ચાલી શકે નહીં. તેમણે દેશમાં બેરોજગારીની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો અને વડા પ્રધાનને આ સંકટનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, ભારતમાંથી બિઝનેસ લઈ જવામાં સરળતા. સાત વૈશ્વિક બ્રાન્ડ, નવ ફેક્ટરીઓ અને 649 ડીલરશીપ જતી રહી. 84,000 નોકરીઓ જતી રહી. તેમણે કહ્યું કે, મોદીજી, ‘હેટ ઈન ઈન્ડિયા’ અને ‘મેક ઈન ઈન્ડિયા’ એક સાથે ન ચાલી શકે. ભારતના ભયંકર બેરોજગારી સંકટ પર ધ્યાન આપવાનો આ સમય છે. પોતાના ટ્વીટની સાથે રાહુલ ગાંધીએ સાત વૈશ્વિક બ્રાન્ડ સાથે સંબંધિત ગ્રાફિક્સ પણ શેર કર્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર

આ ગ્રાફિક્સ દ્વારા રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કરતા કહ્યું છે કે, વર્ષ 2017માં શેવરોલે, 2018માં MAN ટ્રક્સ, 2019માં ફિયાટ અને યુનાઈટેડ મોટર્સ, 2020માં હાર્લી ડેવિડસન, 2021માં ફોર્ડ અને 2022માં ડેટસન જેવી કંપનીઓએ પોતાનો બિઝનેસ બંધ કરી દેશની બહાર ગયા છે.

જણાવી દઈએ કે, મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક સમાચારને ટાંકીને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસ્ટર સ્ટ્રોકને કારણે દેશના 45 કરોડ લોકોએ નોકરીની આશા છોડી દીધી છે. વાસ્તવમાં, સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, 2017 અને 2022 ની વચ્ચે, એકંદરે મજૂર ભાગીદારી દર 46 ટકાથી ઘટીને 40 ટકા થયો છે. આ પાંચ વર્ષમાં લગભગ 21 મિલિયન કામદારોએ કામ છોડી દીધું અને માત્ર 9 ટકા લોકોને જ રોજગાર મળ્યો.

45 કરોડથી વધુ લોકોએ નોકરી મેળવવાની આશા છોડી દીધી છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, હાલમાં ભારતમાં 90 કરોડથી વધુ લોકો રોજગારની શોધમાં છે, જેમાંથી 45 કરોડથી વધુ લોકોએ રોજગારની આશા છોડી દીધી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ન્યુ ઈન્ડિયાનું નવું સૂત્ર: હર-ઘર બેરોજગારી, ઘર-ઘર બેરોજગારી. રાહુલ ગાંધીએ કહ્યું કે, 75 વર્ષમાં મોદીજી દેશના પહેલા એવા વડાપ્રધાન છે જેમના ‘માસ્ટર સ્ટ્રોક’ના કારણે 45 કરોડથી વધુ લોકોને નોકરી મળવાની આશા બંધ થઈ ગઈ છે.

(ભાષા ઇનપુટ સાથે)

આ પણ વાંચો: CBSE Board Exam 2022: એક રૂમમાં માત્ર 18 વિદ્યાર્થીઓ, 51 દિવસ સુધી ચાલશે પરીક્ષા, આ રહી CBSE 10-12ની પરીક્ષાની તમામ માહિતી

આ પણ વાંચો: HPCL Recruitment 2022: હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં નોકરી મેળવવાની તક, લેબ એનાલિસ્ટ સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 4:34 pm, Wed, 27 April 22

Next Article