ભારતમાં કોરોના વાઈરસ રોગને કારણે થયેલા મૃત્યુનું મૂલ્યાંકન કરવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે (Ministry of Health and Family Welfare) ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત એક લેખના જવાબમાં આ વાંધો ઉઠાવ્યો છે, જેમાં લખવામાં આવ્યું હતું કે ભારત WHOના પ્રયાસોમાં અવરોધ ઉભો કરી રહ્યું છે, જેથી કોરોનાથી થયેલા મૃત્યુના આંકડા જાહેર ન થાય. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પણ આ લેખને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કર્યો છે, સાથે જ પીએમ મોદી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું, ‘મોદીજી ન તો સાચું બોલે છે, ન તો બોલવા દે છે. તેઓ હજુ પણ જૂઠું બોલે છે કે ઓક્સિજનના અભાવે કોઈનું મૃત્યુ થયું નથી. મેં અગાઉ પણ કહ્યું હતું કે કોવિડના સમયગાળા દરમિયાન સરકારની બેદરકારીને કારણે 5 લાખ નહીં, પરંતુ 40 લાખ ભારતીયોના મોત થયા છે. મોદીજી તમારી ફરજ બજાવો, દરેક પીડિત પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપો.
मोदी जी ना सच बोलते हैं, ना बोलने देते हैं।
वो तो अब भी झूठ बोलते हैं कि oxygen shortage से कोई नहीं मरा!
मैंने पहले भी कहा था – कोविड में सरकार की लापरवाहियों से 5 लाख नहीं, 40 लाख भारतीयों की मौत हुई।
फ़र्ज़ निभाईये, मोदी जी – हर पीड़ित परिवार को ₹4 लाख का मुआवज़ा दीजिए। pic.twitter.com/ZYKiSK2XMJ
— Rahul Gandhi (@RahulGandhi) April 17, 2022
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારત જેવા મોટા દેશ અને નાની વસ્તી ધરાવતા અન્ય દેશો માટે ભૂગોળ અને વસ્તીના સંદર્ભમાં કોવિડ મૃત્યુ દરની ગણતરી કરવા માટે સમાન ગાણિતિક મોડલનો ઉપયોગ કરી શકાતો નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે WHOના અંદાજો દર્શાવે છે કે ભારતમાં કોરોનાના કારણે મૃત્યુઆંક ઓછામાં ઓછો 40 લાખ છે, જે સત્તાવાર સંખ્યા કરતા લગભગ આઠ ગણો છે.
આરોગ્ય મંત્રાલયે શનિવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ભારતનો મૂળ વાંધો પરિણામ પર નથી, પરંતુ તેના માટે અપનાવવામાં આવેલી પદ્ધતિ સામે છે અને છ પત્રો અને વર્ચ્યુઅલ મીટિંગ્સ સહિત શ્રેણીબદ્ધ ઔપચારિક સંદેશાવ્યવહાર દ્વારા પદ્ધતિ વિશે તેમની ચિંતાઓ શેયર કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર અન્ય સભ્ય દેશો – ચીન, ઈરાન, બાંગ્લાદેશ, સીરિયા, ઈથોપિયા અને ઈજિપ્ત સાથે ભારત દ્વારા ડેટાની અનૌપચારિક ઉપયોગની પદ્ધતિ અને ઉપયોગ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન 21 એપ્રિલે આવશે અમદાવાદ, મુખ્ય ઉદ્યોગોમાં મોટા રોકાણો કરે તેવી શક્યતા