છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી ખેડૂતો, વિદ્યાર્થીઓ, ગેરેજમાં કે અન્ય જગ્યા પર પહોંચી એના વીડિયો પોતાની યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. જેમાં લેટેસ્ટ વીડિયો RJD સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ સાથેનો સામે આવ્યો છે. જેમાં રાહુલ ગાંધી લાલુ યાદવ સાથે બિહારનું પ્રખ્યાત ચંપારણમાં મટન બનાવતા શીખી રહ્યા છે. વીડિયોમાં રાહુલ ગાંધી લાલુ પ્રસાદ યાદવની સાથે વાતચીત કરતા રસોઈ બનાવી રહ્યા છે અને રાજનીતિક ચર્ચા પણ કરી રહ્યા છે.
દિલ્હી સ્થિત લાલુ પ્રસાદ યાદવના નિવાસસ્થાને બનાવેલ આ વીડિયો સમયે બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને મિસા ભારતી પણ હાજર હતા. રાહુલે આ વીડિયો સાથે ટેગ લાઇન લખી છે કે ‘લાલુજીની સિક્રેટ રેસિપી અને રાજનીતિક મસાલા’. રાહુલ ગાંધીએ મટન અને રાજનીતિ વચ્ચેના ફરક અંગે લાલુજીને સવાલ કરતા લાલુજીએ હાલની રાજનીતિને સંદર્ભમાં રાખી કહ્યું કે મિક્સિંગ વગર રાજનીતિ નથી થઈ શકતી.
આ પણ વાંચો : G-20 Delhi : 5 મોટી હોસ્પિટલના ડોક્ટરોની 80 ટીમો બનાવવામાં આવી, 24 કલાક હાઈ એલર્ટ પર રહેશે
રાહુલ ગાંધીએ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે રાજનીતિક મસાલા અને વીડિયો વાયરલ થયા બાદ તુરંત જ એ તડકા પણ જોવા મળ્યો અને ભાજપ ના પ્રવક્તા સંબીત પાત્રાએ પવિત્ર માસ શ્રાવણમાં હિન્દુઓની લાગણી દુભાવવાનો આક્ષેપ પણ કરી દીધો. પવિત્ર શ્રાવણ માસમાં હિંદુઓ નોનવેજ નથી આરોગતા ત્યારે રાહુલ ગાંધી નોનવેજ બનાવતા વીડિયો આવ્યા બાદ સંબિત પાત્રા એ ટ્વીટ કર્યું છે કે દેવાધિદેવ મહાદેવના અતિ પ્રિય માસમાં કોંગ્રેસ પક્ષ અને તેની ઈકોસિસ્ટમ દ્વારા પ્રાયોજિત કહેવાતા ‘શિવભક્ત રાહુલ ગાંધી’એ જાણીજોઈને ‘લાઈટ, કેમેરા અને માઈકથી હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે આવા કૃત્યો કર્યા એ શરમજનક.
યાદ રાખો, દેશની જનતા બધું જોઈ રહી છે.
Oh, the theatrics of this Janeudhaari Brahmin.
Rahul Gandhi meets Lalu Yadav on August 4th and suddenly, they’re MasterChefs cooking mutton.
But they conveniently waited for Saawan to end before showing us their ‘culinary skills’. How’s that for timing? pic.twitter.com/grXwMOGqhp
— Sambit Patra (@sambitswaraj) September 3, 2023