Manipur Violence: હિંસા વચ્ચે રાહુલ ગાંધી મણિપુર પહોંચતા સીએમ હિમંત બિસ્વા સરમાએ ઉઠાવ્યા સવાલ, કહ્યું- શું હાસિલ થયુ?

|

Jun 30, 2023 | 10:34 AM

મણિપુરની હિંસાને લઈને કેન્દ્ર ચિંતિત છે, ત્યારે આ હિંસા વચ્ચે રાહુલ ગાંધી મણિપુરની મુલાકાતે પહોચતા મુખ્યમંત્રી શર્માએ જણાવ્યું કે રાહુલ ગાંધી ચુરાચંદપુર જવા માંગતા હતા, પરંતુ તેમને રોડ માર્ગે ત્યાં જવા દેવામાં રોકવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા ત્યાં પહોંચ્યા હતા.

Manipur Violence: હિંસા વચ્ચે રાહુલ ગાંધી મણિપુર પહોંચતા સીએમ હિમંત બિસ્વા સરમાએ ઉઠાવ્યા સવાલ, કહ્યું- શું હાસિલ થયુ?
Rahul Gandhi reached Manipur

Follow us on

Manipur : મણિપુરમાં હિંસાની સ્થિતિમાં કોઈ સુધાર જોવા મળી રહ્યો નથી, ત્યારે મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે મણિપુરની મુલાકાત લીધી હતી. જો કે, આ દરમિયાન તેમને અધવચ્ચે જ રોકી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમણે આગળ જવા માટે હેલિકોપ્ટરની મદદ લેવી પડી હતી. આ દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધીની મુલાકાત પર નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે તેમના મુલાકાતથી મણિપુર માં કોઈ ઉકેલ નહીં આવે.

મણિપુરની હિંસાને લઈને કેન્દ્ર ચિંતિત છે ત્યારે આ હિંસા વચ્ચે રાહુલ ગાંધી મણિપુરની મુલાકાતે પહોંચતા મુખ્યમંત્રી શર્માએ જણાવ્યું કે રાહુલ ગાંધી ચુરાચંદપુર જવા માંગતા હતા, પરંતુ તેમને રોડ માર્ગે ત્યાં જવા દેવામા રોકવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા ત્યાં પહોચ્યા હતા. પોલીસે કહ્યું કે હિંસાનો ડર હતો, તેથી તે કરવામાં આવ્યું, જોકે કોંગ્રેસે આ દાવાને ફગાવી દીધો છે અને તેને ભાજપની ‘ગંદી રાજકીય રમત’ ગણાવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 21-09-2024
તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો

સીએમ પર રાજકીય લાભ લેવાનો આરોપ

બીજી તરફ સરમાએ રાહુલ ગાંધી પર મણિપુરની સ્થિતિનો રાજકીય લાભ લેવાનો આરોપ લગાવ્યો હતો. કોઈપણ રાજકીય નેતા પોતાના પ્રવાસ દ્વારા મતભેદો વધારશે તે દેશ માટે સારું નથી. તેમણે કહ્યું કે, રાજ્યના બંને સમુદાયોએ આવા પ્રયાસને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યો છે. સરમાએ કહ્યું કે જો રાહુલ ગાંધીની મુલાકાતથી ખરેખર કોઈ સકારાત્મક અસર જોવા મળી હોત તો વાત અલગ હોત, પરંતુ તે માત્ર એક દિવસના મીડિયા કવરેજ સિવાય બીજું કંઈ વધારે ન હતુ. રાહુલ ગાંધીની મુલાકાતથી મણિપુરને કંઈ હાંસલ થઈ શક્યું નથી અને થવાનું પણ નથી. જે બાદ સરમાએ એમ પણ કહ્યું હતુ કે, મણિપુરની સ્થિતિને પોતાના રાજકીય લાભ લેવા માટે ઉપયોગમાં ન લેવી જોઈએ.

રાહુલ ગાંધીના કાફલાને કેમ રોકવામાં આવ્યો?

ચૂરાચંદપુર મણિપુરના સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાંનું એક છે. મણિપુર પહોંચ્યા પછી, રાહુલ ગાંધી જેમ જ ચુરાચંદપુર જવા રવાના થયા, પોલીસે તેમના કાફલાને એમ કહીને રોકી દીધા કે હાઈવે પર ગ્રેનેડ હુમલો થવાની સંભાવના છે. આ પછી રાહુલ ગાંધી એરપોર્ટ પરત ફર્યા અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા હેલિકોપ્ટર દ્વારા ચુરાચંદપુર પહોંચ્યા. આ પછી રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, હું મારા ભાઈ-બહેનોને સાંભળવા મણિપુર આવ્યો છું. દરેક સમુદાયના લોકો ખૂબ જ આવકારદાયક અને પ્રેમાળ છે. પરંતુ સરકાર મને રોકી રહી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article