પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ (Congress) ફરી મેદાનમાં ઉતરતી જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી અને વડા પ્રધાન નરેન્દ્ર (PM Narendra modi) મોદીનો સામનો કરવા માટે વિપક્ષી એકતાની જરૂરિયાત પર ભાર મૂકતા, કોંગ્રેસના સાંસદ અને પક્ષના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) શુક્રવારે કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ જે પણ પક્ષ હોય, તેઓએ સાથે આવવું જોઈએ.
રાહુલ ગાંધી આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવને મળ્યા હતા અને આ બેઠક બાદ તેમણે વિપક્ષી પાર્ટીઓની એકતા વિશે કહ્યું હતું કે, વિપક્ષી પાર્ટીઓને એક કરવાના સંદર્ભમાં તેનું સ્વરૂપ શું હોવું જોઈએ. વિપક્ષી એકતા સાથે જોડાયેલા સવાલ પર રાહુલે કહ્યું, ‘જે કોઈ પણ RSS અને નરેન્દ્ર મોદીની વિરુદ્ધ છે, તેમણે બધાએ સાથે આવવું જોઈએ. તે કેવી રીતે એકસાથે આવવું જોઈએ, સ્વરૂપ શું હોવું જોઈએ, તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
જો કે, રાહુલ ગાંધીએ એ પણ ભાર મૂક્યો હતો કે, વિપક્ષી એકતા હાથ ધરવાની જરૂર છે. મોદી સરકાર પર નિશાન સાધતા કોંગ્રેસ નેતાએ કહ્યું, ‘જે દેશમાં શાંતિ અને સૌહાર્દ નહીં હોય, નફરત વધશે, મોંઘવારી વધશે, અર્થવ્યવસ્થા નહીં ચાલે, રોજગાર નહીં મળે. જો દેશને મજબૂત બનાવવો હોય તો સૌથી મહત્વની વસ્તુ શાંતિ છે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપના લોકો એવું વિચારે છે કે લોકોને ડરાવીને, નફરત ફેલાવીને અને લોકોને મારીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરી શકાય છે.
રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો હતો કે, હાલમાં દેશની આર્થિક સ્થિતિ અને રોજગારની સ્થિતિ, જે ભવિષ્યમાં આવવાની છે, તે તમે તમારી આખી જિંદગીમાં નહીં જોઈ હોય. દેશમાં રોજગારનું માળખું તૂટી ગયું છે. નાના દુકાનદારો અને અસંગઠિત ક્ષેત્ર આપણી કરોડરજ્જુ છે અને તે પણ તૂટી ગયા છે.
તેમણે કહ્યું, વડાપ્રધાન બહારના દેશોને જોઈને કહે છે કે આપણે આવા બનવું પડશે. આપણે પહેલા આપણા દેશની હાલત જોવી પડશે અને પછી જોવું પડશે કે આપણે શું કરવાનું છે.
રશિયા અને યુક્રેન સંકટ અંગે ભારતને ચેતવણી આપતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે રશિયાએ ત્યાં જે કર્યું છે તે જ મોડલ ચીન પણ ભારતને લઈને અપનાવી રહ્યું છે. સરકાર વાસ્તવિકતા સ્વીકારી રહી નથી. જ્યારે હું કહું છું કે વાસ્તવિકતા સ્વીકારો. જો તમે તૈયારી નહીં કરો, તો જ્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થશે ત્યારે તમે પ્રતિક્રિયા આપી શકશો નહીં.
(ઇનપુટ ભાષા)
આ પણ વાંચો: NEET 2022: સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે NEETમાં અનામત યથાવત રહેશે, હાઈકોર્ટે આપ્યો ચુકાદો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-