રાહુલ ગાંધીના જીવનનું સૌથી મોટું કન્ફેશન ! ક્હ્યું- હું અને પાર્ટી ગુજરાતને રસ્તો ના દેખાડી શક્યા, જુઓ-Video

ગુજરાત અટવાયું છે, ગુજરાત રસ્તો જોઈ શકતું નથી, ગુજરાત રસ્તો જોવા માંગે છે, આગળ વધવા માંગે છે, અને કોંગ્રેસ પાર્ટી, હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને હું આ મંચ પરથી કહી રહ્યો છું કે ગુજરાતની કોંગ્રેસ પાર્ટી ગુજરાતને રસ્તો બતાવવા નિષ્ફળ ગઈ છે.

રાહુલ ગાંધીના જીવનનું સૌથી મોટું કન્ફેશન ! ક્હ્યું- હું અને પાર્ટી ગુજરાતને રસ્તો ના દેખાડી શક્યા, જુઓ-Video
Rahul Gandhi
| Updated on: Mar 08, 2025 | 4:59 PM

રાહુલ ગાંધી હાલ ગુજરાતમાં છે આ દરમિયાન તેમણે આજે અમદાવાદમાં સભા સંબોધી હતી જેમાં તેઓ અને તેમની પાર્ટી ગુજરાતને રસ્તો દેખાડવામાં નિષ્ફળ નીવળી હોવાનું સ્વીકાર્યું છે. રાહુલ ગાંધી આ દરમિયાન ઘણી ભૂલો કબુલી છે ત્યારે અહીં આ કન્ફેશન નંબર 2 છે.

આ દરમિયા તેમણે કહ્યું ગુજરાત અટવાયું છે, ગુજરાત રસ્તો જોઈ શકતું નથી, ગુજરાત રસ્તો જોવા માંગે છે, આગળ વધવા માંગે છે, અને કોંગ્રેસ પાર્ટી, હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને હું આ મંચ પરથી કહી રહ્યો છું કે ગુજરાતની કોંગ્રેસ પાર્ટી ગુજરાતને રસ્તો બતાવવા નિષ્ફળ ગઈ છે.

ગુજરાતને રસ્તો દેખાડવામાં રાહુલ ગાંધી ફેલ ગયો ! :

આ સાથે તેમણે કહ્યું હું ડર કે સંકોચથી બોલતો નથી. હું તમારી સમક્ષ વાત રાખવા માંગુ છું કે અમારા કાર્યકરો હોય, રાહુલ ગાંધી હોય, અમારા મહાસચિવ હોય કે પીસીસી પ્રમુખ હોય, અમે ગુજરાતને રસ્તો દેખાડવામાં નિષ્ફળ રહ્યા છે.

કાર્યકર્તાથી લઈને જનરલ સેક્રેટરી સુધી ગુજરાતને રસ્તો દેખાડવામાં ફેલ

રાહુલ ગાંધીએ તેના જીવનનું આ સૌથી મોટું કન્ફેશન કર્યું કે તે ગુજરાતને રસ્તો નથી દેખાડી શકતા નથી. આ સ્ટેટમેન્ટમાં કાર્યકર્તાથી લઈને જનરલ સેક્રેટરી સુધી ગુજરાતને રસ્તો દેખાડવામાં ફેલ ગયા છે.

આ સાથે સ્પષ્ટ થાય છે કે 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટીએ જનતા માટે કઈ નથી કર્યું આથી તે સત્તાથી બહાર છે. તમને જણાવી દઈએ કે 2004માં રાહુલ પહેલી વાર સાંસદ બન્યા હતા, જેમને 20 વર્ષ રાજનીતિમાં થયા ત્યારે 20 વર્ષમાં સભવતા આ પહેલીવાર ગુજરાતના બધા પદાધીકારીઓની સામે તેમને ખુલા મચં પર પોતાના અને પોતાની પાર્ટીના ફેલ થવાનું કબુલ્યું છે.

આ બયાનમાં સારી વાતએ કે રાહુલ એ ગુજરાતને રસ્તો ના દેખાડી શકવાને લઈને પહેલી કબુલ્યું છે, પણ આવામાં રાહુલ માટે તેમણે કબુલેલી તે વાત મુસીબત ઉભી કરી શકે છે

આ રાહુલ ગાંધીના આજના ભાષણનું કન્ફેનશન નંબર 2 છે, આથી પહેલુ કન્ફેશન વાંચવા અહીં ક્લિક કરો

Published On - 2:38 pm, Sat, 8 March 25