રાહુલ ગાંધીએ શનિવારે પોતાનો સત્તાવાર બંગલો ખાલી કર્યો છે. આ દરમિયાન તેમણે કહ્યું છે કે સત્ય બોલવા માટે ગમે તેટલી કિંમત ચૂકવવી પડશે. રાહુલ ગાંધી સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ જોવા મળી હતી. રાહુલ ગાંધીનો બંગલો ખાલી કરતા પહેલા માતા સોનિયા ગાંધી અને રાજ્યસભા સાંસદ કેસી વેણુગોપાલ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
ઘર ખાલી કરતી વખતે રાહુલ ગાંધી ખૂબ જ ભાવુક દેખાયા, આ દરમિયાન તેમણે કહ્યું કે આ ઘર તેમને દેશના લોકોએ આપ્યું છે. જેમાં તે છેલ્લા 19 વર્ષથી રહેતા હતા. પરંતુ કેન્દ્ર સરકારે તેમની પાસેથી આ બંગલો છીનવી લીધો છે. જો કે કેન્દ્ર પર નિશાન સાધતા તેમણે ફરી સ્પષ્ટ કર્યું કે તેઓ સરકાર સામે સત્ય બોલતા રહેશે.
રાહુલ ગાંધીએ 12 તુગલક લેન ખાતેનો સરકારી બંગલો ખાલી કર્યો છે, ત્યારબાદ તેમણે સરકારી અધિકારીને ચાવીઓ સોંપી છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ તેમની સાથે જોવા મળ્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તે આ તમામ કાર્યવાહીથી ડરશે નહીં અને જાહેર મુદ્દા ઉઠાવવાનું ચાલુ રાખશે.
#WATCH | Delhi: Congress leader Rahul Gandhi hands over his official bungalow, at Tughlak Lane, in the presence of Former Congress president Sonia Gandhi & party General Secretary Priyanka Gandhi Vadra and KC Venugopal. pic.twitter.com/FAPifisfPU
— ANI (@ANI) April 22, 2023
ઘર ખાલી કરતી વખતે રાહુલ ગાંધીએ તમામ કર્મચારીઓ અને અધિકારીઓ સાથે હાથ મિલાવ્યા અને પછી દરવાજો બંધ કરીને સરકારી અધિકારીને ચાવીઓ આપી. આ દરમિયાન તેમણે ફરી કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યું કે તેમનું ઘર છીનવી લેવાઈ રહ્યું છે.
#WATCH | “Whatever my brother is saying is truth. He spoke truth about the govt for which he is suffering. But we are not afraid..,” says Congress leader Priyanka Gandhi Vadra as Rahul Gandhi finally vacates his official residence after disqualification pic.twitter.com/ZcRbuTm5eT
— ANI (@ANI) April 22, 2023
રાહુલ જ્યારે બંગલો ખાલી કરી રહ્યા હતા ત્યારે તેમની સાથે માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હતા. રાહુલના સમર્થનમાં બોલતા પ્રિયંકાએ કહ્યું કે તેણે સરકાર વિશે સાચું કહ્યું છે, તેથી જ તેની સાથે આ બધું થઈ રહ્યું છે. પ્રિયંકાએ કહ્યું કે રાહુલ ગાંધી ખૂબ જ હિંમતવાન છે અને તેઓ કોઈથી ડરતા નથી, તેઓ ડરશે નહીં અને તેમનો સંઘર્ષ ચાલુ રાખશે.
Published On - 5:09 pm, Sat, 22 April 23