Rahul Gandhi Disqualification: રાહુલ ગાંધી પર વધુ એક કાર્યવાહી, BSNLએ ઓફિસના ઈન્ટરનેટ અને ફોન કનેક્શન કાપી નાખ્યા

રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષી ઠેરવ્યા બાદ સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટે 2 વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટના આ નિર્ણય બાદ લોકસભા સચિવાલયે એક દિવસ બાદ નોટિસ જાહેર કરીને રાહુલ ગાંધીની સંસદીય સદસ્યતા રદ કરી દીધી હતી.

Rahul Gandhi Disqualification: રાહુલ ગાંધી પર વધુ એક કાર્યવાહી, BSNLએ ઓફિસના ઈન્ટરનેટ અને ફોન કનેક્શન કાપી નાખ્યા
Rahul Gandhi
| Edited By: | Updated on: Apr 07, 2023 | 5:45 PM

રાહુલ ગાંધીની સંસદીય સદસ્યતા રદ થયા બાદ હવે વાયનાડ ઓફિસનો સત્તાવાર ફોન નંબર પણ ડિસ્કનેક્ટ થઈ ગયો છે. તેમની ઓફિસનું ઈન્ટરનેટ કનેક્શન પણ કાપી નાખ્યું છે. બીએસએનએલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. રાહુલ ગાંધી તેમના લોકસભા મતવિસ્તારમાં જવાની યોજના બનાવી રહ્યા છે ત્યારે આ કાર્યવાહી કરવામાં આવી છે. જાણકારી મળી રહી છે કે રાહુલ 11 એપ્રિલે વાયનાડ જવાના છે.

સરકાર દ્વારા સાંસદોને ઈન્ટરનેટ અને ફોન કનેક્શન મફતમાં આપવામાં આવે છે

ગુરુવારે સાંજે રાહુલ ગાંધીની ઓફિસનો નંબર અને ઈન્ટરનેટ કનેક્શન ડિસ્કનેક્ટ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા સાંસદોને આ કનેક્શન મફતમાં આપવામાં આવે છે. રાહુલ ગાંધીની ઓફિસ કે જ્યાં આ કાર્યવાહી થઈ છે તે કૈનાટીના કેલપેટ્ટામાં આવેલી છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં નવી દિલ્હીમાં તુગલક લેન બંગલો ખાલી કર્યો છે. તેમની સંસદીય સદસ્યતા સમાપ્ત થયા પછી, લોકસભા સચિવાલયે તેમને આ બંગલો ખાલી કરવા કહ્યું હતું.

આ પણ વાંચો : Karnataka Assembly Election: ભાજપે કર્ણાટક માટે ચૂંટણીના મુદ્દા જાહેર કર્યા, આવતીકાલે થઈ શકે છે ઉમેદવારોની જાહેરાત

દિલ્હી ઓફિસથી મળેલી સૂચના અનુસાર કરવામાં આવી કાર્યવાહી

કેલપેટ્ટામાં બીએસએનએલના અધિકારીએ જણાવ્યું કે, આ કાર્યવાહી દિલ્હી ઓફિસથી મળેલી સૂચના અનુસાર કરવામાં આવી છે. બીએસએનએલની કાર્યવાહી બાદ સાંસદની ઓફિસનું કામકાજ ઠપ થઈ ગયું છે. જણાવી દઈએ કે રાહુલ ગાંધી આવતા અઠવાડિયે 11 એપ્રિલે વાયનાડ પહોંચી રહ્યા છે. આ દરમિયાન તેઓ અહીં કોંગ્રેસ દ્વારા આયોજિત ‘જય ભારત સત્યાગ્રહ’માં ભાગ લેશે. આ વિરોધ સંઘ પરિવાર વિરુદ્ધ કરવામાં આવી રહ્યો છે.

ગયા મહિને સંસદીય સદસ્યતા રદ કરવામાં આવી હતી

રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષી ઠેરવ્યા બાદ સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટે 2 વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટના આ નિર્ણય બાદ લોકસભા સચિવાલયે એક દિવસ બાદ નોટિસ જાહેર કરીને રાહુલ ગાંધીની સંસદીય સદસ્યતા રદ કરી દીધી હતી. સંસદીય સદસ્યતા રદ થયા બાદ તેમને તેમનો સરકારી બંગલો પણ ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી. રાહુલ ગાંધીએ સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. જેના પર 13 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવશે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Published On - 5:45 pm, Fri, 7 April 23