Flying kiss : સંસદમાં રાહુલ ગાંધીએ ફ્લાઈંગ કિસનો કર્યો ઈશારો, સ્મૃતિ ઈરાનીએ કહ્યુ- માફી માગે રાહુલ

|

Aug 09, 2023 | 3:04 PM

લોકસભામાં રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે બોલાચાલી થઈ હતી. સ્મૃતિએ રાહુલ ગાંધીના ભાષણનો જવાબ આપ્યો અને તેમના પર ગંભીર આરોપ પણ લગાવ્યા.

Flying kiss : સંસદમાં રાહુલ ગાંધીએ ફ્લાઈંગ કિસનો કર્યો ઈશારો, સ્મૃતિ ઈરાનીએ કહ્યુ- માફી માગે રાહુલ
Smriti Irani

Follow us on

Flying kiss : બુધવારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિવાદ સર્જાયો હતો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લોકસભાની બહાર જતા સમયે અભદ્ર ઈશારો કર્યો હતો, જેના માટે તેમણે માફી માંગવી જોઈએ. સ્મૃતિએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે મહિલાઓ સંસદમાં બેઠી હોય ત્યારે કોઈ આ રીતે ફ્લાઈંગ કિસનો (Flying kiss ) ઈશારો કરે તો તે ખૂબ જ અભદ્ર છે.

સ્મૃતિ ઈરાનીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, હું એક વાત સામે વાંધો ઉઠાવવા માંગુ છું. જેમને મારી સમક્ષ નિવેદન આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો, તેઓએ જતી વખતે અભદ્ર ઈશારા કર્યા હતા. જ્યારે મહિલા સાંસદો ગૃહમાં બેઠી હોય છે, તે સમયે ફ્લાઈંગ કિસનો ​​ઈશારો કરવામાં આવ્યો હતો. આવું ગૌરવપૂર્ણ વર્તન ગૃહમાં ક્યારેય જોવા મળ્યું નથી.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

આકરા પ્રહારમાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, આ તેમના પરિવારના લક્ષણો છે, જે આજે દેશે પણ જોયા છે. કેન્દ્રીય મંત્રીના આ આરોપ બાદ ગૃહમાં હોબાળો થયો હતો અને એટલું જ નહીં ભારતીય જનતા પાર્ટી તરફથી રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી શકે છે.


તમને જણાવી દઈએ કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવના બીજા દિવસે ગૃહમાં ચર્ચાની શરૂઆત કરી હતી. લગભગ અડધા કલાકના ભાષણમાં રાહુલ ગાંધીએ મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું, રાહુલે આરોપ લગાવ્યો કે મોદી સરકારે મણિપુરમાં ભારતની હત્યા કરી છે, ભારત માતાની હત્યા છે. રાહુલના આરોપો પર ગૃહમાં ભારે હોબાળો થયો હતો.

જવાબમાં સ્મૃતિ ઈરાનીએ જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને છત્તીસગઢના મુદ્દે રાહુલ ગાંધીને ઘેર્યા હતા. સ્મૃતિએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસના લોકો જમ્મુ-કાશ્મીરમાં જનમતની વાત કરે છે, સાથે જ કૌભાંડો પર મૌન સેવે છે, આવી સ્થિતિમાં રાહુલ ગાંધી તેમના પર કેમ બોલતા નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:39 pm, Wed, 9 August 23

Next Article