
ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર (Rabindranath Tagore) બંગાળી સાહિત્યમાં (Bengali Literature) અગ્રણી રચનાકર્તા ગણાય છે. તેઓ એક મહાન કવિ, નવલકથાકાર, વિદ્વાન, નાટ્યકાર, દાર્શનિક અને નોબેલ પુરસ્કાર વિજેતા (Nobel Price Winner) તરીકે આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. રવીન્દ્રનાથ ટાગોર જયંતિ 7 મેના રોજ એટલે કે આજે આ મહાન બંગાળી સાહિત્યકારનો જન્મ દિવસ છે. પશ્ચિમ બંગાળમાં આજે રવીન્દ્ર જયંતિ, એક સાંસ્કૃતિક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરના રબીન્દ્રનાથ ટાગોરના ચાહકો ટાગોરફિલ્સ તરીકે લોકપ્રિય છે. આ દિવસે મહાન કવિ ટાગોરની અદભૂત સિદ્ધિ અને અસાધારણ સાહિત્યરચનાની ઉજવણી કરવામાં આવે છે.
રવીન્દ્રનાથ ટાગોર જયંતી એ રવીન્દ્રનાથ ટાગોરના મહાન સાહિત્યકાર્યને ઉજવવા માટે કરવામાં આવે છે. ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ, રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ 7 મે, 1861ના રોજ થયો હતો. બંગાળી કેલેન્ડર મુજબ, દ્રિકપંચાંગમાં નોંધાયા મુજબ, બોશાખ મહિનાની 25મી તારીખે તેમનો જન્મ થયો હતો. આ દિવસ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં બંગાળી કેલેન્ડર મુજબ સ્થાનિક રીતે ઉજવવામાં આવે છે. રવીન્દ્ર જયંતિ 2022 પશ્ચિમ બંગાળમાં અને બાંગ્લાદેશમાં આગામી તા. 9 મેના રોજ ઉજવવામાં આવશે.
આ દિવસે રવીન્દ્રનાથ ટાગોરના જન્મની ઉજવણી કરવામાં આવે છે, જેમણે બંગાળી સાહિત્ય અને બંગાળી સંગીતના લેન્ડસ્કેપને બદલી નાખ્યું હતું. તેઓ ભારતીય સાહિત્યને આધુનિકતા તરફ લઈ જનારા અગ્રણી કવિ હતા. કલકત્તામાં એક સમૃદ્ધ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા અને તમામ ભાઈ-બહેનોમાં તેઓ સૌથી નાના હતા. તેઓ નાનપણથી જ, ઘણી પ્રતિભાઓના માસ્ટર હતા. તેમની જિજ્ઞાસાની કોઈ મર્યાદા ન હતી. તેઓએ તેમની કૃતિઓમાં આધુનિક્તાનો પ્રવાહ શરુ કર્યો હતો.
તેમને સૌથી પ્રભાવશાળી અને વિવેચનાત્મક રીતે વખાણાયેલા લેખકો, કવિઓ અને નવલકથાકારોમાંના એક તરીકે ગણવામાં આવે છે. તેમની કેટલીક સૌથી નોંધપાત્ર કૃતિઓમાં ગીતાંજલિ, પોસ્ટ માસ્ટર, કાબુલીવાલ્લાહ અને નસ્તાનિર્હનો સમાવેશ થાય છે. તેમના નોંધપાત્ર કાર્યોમાં ટૂંકી વાર્તાઓ, નિબંધો અને ગીતોનો સમાવેશ પણ થાય છે, જેણે અન્ય ઘણી પ્રખ્યાત કૃતિઓને પ્રેરણા આપી છે.
આ ટૂંકી વાર્તાઓ અને ગીતોના સમૂહને ‘રવીન્દ્ર સંગીત’ તરીકે ઓળખવામાં આવે છે. જે સંગીતની દુનિયામાં એક મશહૂર સાહિત્ય ગણવામાં આવે છે. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને વૈશ્વિક સાહિત્યની દુનિયામાં તેમના અમૂલ્ય યોગદાન માટે વર્ષ 1913માં સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, અને આ શ્રેષ્ઠ સન્માન પ્રાપ્ત કરનારા તેઓ પ્રથમ બિન-યુરોપિયન વ્યક્તિ/ સાહિત્યકાર હતા.
રવીન્દ્રનાથ ટાગોરે ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ રચ્યું હતું, જે તેમની સૌથી નોંધપાત્ર કૃતિઓમાંની એક ગણાય છે. ગુરુદેવ ટાગોરે પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનમાં ‘વિશ્વ ભારતી યુનિવર્સિટી’ની પણ સ્થાપના કરી હતી. સાહિત્ય અને કલા જગત પર તેમની અસરથી અન્ય ઘણા લોકોને કલાના ક્ષેત્રમાં તેમના જુસ્સાને અનુસરવા માટે પ્રેરણા મળી છે. તેમના ગીતો અને વાર્તાઓ હજુ પણ નવી પેઢી માટે તેમના ઉત્કૃષ્ટ કાર્ય વિશે જાણવા માટે એક માઈલસ્ટોન માનવામાં આવે છે.
રવિન્દ્રનાથ ટાગોર જયંતિ પશ્ચિમ બંગાળમાં ઉત્સાહ અને ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે. તેમની કૃતિઓ, કવિતા વાંચન અને તેમની નવલકથાઓ પર આધારિત ફિલ્મોની સ્ક્રીનિંગને સમર્પિત ઉત્સવો અને કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. જોરાસાંકો ઠાકુર બારી, જે મહાન કવિ ટાગોરનું જન્મસ્થળ છે, ત્યાં પણ અનેક કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. બંગાળી સમુદાયો વિશ્વભરમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા માટે સુપ્રસિદ્ધ છે અને બંગાળી લોકો આજે પણ ગુરુ રવિન્દ્રનાથ ટાગોરના મહાન કાર્યને ભાવપૂર્વક યાદ કરે છે.