MP: પરીક્ષામાં કરીના કપૂરના પુત્રનું નામ પૂછવામાં આવતા હંગામો મચ્યો, શિક્ષણ વિભાગે ફટકારી નોટિસ

|

Dec 26, 2021 | 10:54 AM

ખંડવાની એક શાળાએ 6ઠ્ઠા ધોરણની પરીક્ષામાં બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર અને અભિનેતા સૈફ અલી ખાનના પુત્રનું નામ પૂછ્યું છે. ત્યારથી રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.

MP: પરીક્ષામાં કરીના કપૂરના પુત્રનું નામ પૂછવામાં આવતા હંગામો મચ્યો, શિક્ષણ વિભાગે ફટકારી નોટિસ
Kareena Kapoor - Bollywood Actress

Follow us on

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ખંડવા(Khandwa)ની એક ખાનગી શાળામાં ધોરણ 6 ની પરીક્ષામાં પૂછવામાં આવેલા પ્રશ્નને લઈને હોબાળો થયો છે. આ પરીક્ષામાં બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર (Bollywood actress Kareena Kapoor) અને સૈફ અલી ખાનના પુત્રનું પૂરું નામ પૂછવામાં આવ્યું હતું. આ અંગે પેરેન્ટ્સ એસોસિએશને (Parents Association) રાજ્યના શિક્ષણ વિભાગ (Education Department)ને આ અંગે ફરિયાદ કરી હતી. આ મામલે હંગામો વધી જતાં શિક્ષણ વિભાગે શાળાને કારણદર્શક નોટિસ ફટકારવાનો નિર્ણય લીધો છે. જો કે, શાળાના અધિકારીઓએ કહ્યું કે પ્રશ્નને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવાના પ્રયાસ તરીકે જોવો જોઈએ.

ખંડવા શહેરની એક સ્કૂલમાં ધોરણ 6 ના સામાન્ય જ્ઞાન વિષયના પ્રશ્નપત્રમાં ગુરુવારે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના પુત્રનું પૂરું નામ લખવા માટે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નનો વાંધો ઉઠાવવામાં આ્વ્યો હતો, પ્રશ્નપત્રની નકલ સોશિયલ મીડિયા સાઇટ્સ પર શેર કરવામાં આવી હતી. શુક્રવારે મીડિયા સાથે વાત કરતી વખતે, જિલ્લા શિક્ષણ અધિકારી સંજીવ ભાલેરાવે જણાવ્યું હતું કે આ બાબત તેમના ધ્યાન પર આવી છે અને વિભાગ સંબંધિત શાળાને કારણ બતાવો નોટિસ આપશે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તમને જણાવી દઈએ કે આ પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આમાં કરીના કપૂર ખાનના પુત્રના નામ સિવાય વિદ્યાર્થીઓને 2019ની IPL વિજેતા ટીમનું નામ પણ પૂછવામાં આવ્યું છે. આ સાથે ઉત્તર કોરિયાના તાનાશાહનું નામ પણ વિદ્યાર્થીઓને જણાવવા માટે કહેવામાં આવ્યું છે. આ બાબતે ચિંતા વ્યક્ત કરતાં જિલ્લા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખે કહ્યું- “શાળા પ્રશાસન વિદ્યાર્થીઓને આવા ગંભીર પ્રશ્નો કેવી રીતે પૂછી શકે? તેથી વિદ્યાર્થીઓને ઐતિહાસિક ચિહ્નો અને અન્ય દેશપ્રેમીઓ વિશે પૂછવાને બદલે તેઓ બોલિવૂડના દંપતીના પુત્રનું નામ પૂછી રહ્યા છે.

રાજ્યના શિક્ષણ વિભાગે શાળાને નોટિસ ફટકારી છે

નોંધનીય છે કે, જ્યારે આ મામલે હોબાળો વધ્યો ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે શાળાને નોટિસ ફટકારી હતી. સાથે જ આ મામલે શાળા પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જિલ્લા શિક્ષણ અધિકારી સંજીવ ભાલેરાવે જણાવ્યું હતું કે અમે શાળાને કારણદર્શક નોટિસ પાઠવી છે. આ જવાબના આધારે અમે શાળા સામે કાર્યવાહી કરીશું.

આ સિવાય, અમે અન્ય વર્ગોના પ્રશ્નપત્રો પણ તપાસીશું. “અત્યાર સુધી, શાળાના કોઈપણ વિદ્યાર્થીઓના માતાપિતાએ આ બાબતે ફરિયાદ કરી નથી,” તેમણે કહ્યું અને જેઓ વિરોધ કરી રહ્યા છે તેઓ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતાપિતા નથી. સાથે જ કહ્યું કે પ્રશ્નને ધર્મ કે સાંપ્રદાયિકતા સાથે જોડવો ખોટું છે, તેને માત્ર જ્ઞાન વધારવાના પ્રયાસ તરીકે જોવું જોઈએ.

 

આ પણ વાંચો : Jammu Kashmir Encounter: સુરક્ષા દળોને મળી મોટી સફળતા, ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં 5 આતંકવાદીઓનો બોલાવ્યો ખાત્મો

Next Article