કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રા હાલમાં પંજાબમાંથી પસાર થઈ રહી છે. જ્યારથી આ યાત્રાની શરૂઆત થઈ છે, ત્યારથી તેમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ સિવાય અલગ અલગ વિસ્તારના લોકો પણ જોડાઈ રહ્યા છે. રવિવારે પંજાબમાં ભારત જોડો યાત્રા દરમિયાન જાણીતા દિવંગત ગાયક સિદ્ઘુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહ રાહુલ ગાંધીને મળ્યા. તે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સાથે નજરે આવ્યા.
કોંગ્રેસે બલકૌર સિંહ ભારત જોડો યાત્રામાં સામેલ થવાનો એક વીડિયો પોતાના અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો છે. વીડિયો શેયર કરતા લખ્યું છે ‘આજે ભારત જોડો યાત્રામાં જાણીતા પંજાબી ગાયક સિદ્ઘુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહજીએ નફરત, ભય અને હિંસાની શક્તિઓને જડબાતોડ જવાબ આપવા માટે રાહુલ ગાંધી સાથે હાથ મિલાવ્યો. સિદ્ઘુ મૂસેવાલાની પંજાબના મનસામાં ધોળાદિવસે હત્યા કરવામાં આવી હતી’.
રાહુલ ગાંધી અને બલકૌર સિંહની મુલાકાત દરમિયાનની ખાસ તસ્વીર સામે આવી. વીડિયોમાં રાહુલ ગાંધી બલકૌર સિંહના કપડા પર પડેલા ફૂલના પત્તાને હટાવતા નજરે આવી રહ્યા છે. તે સિવાય યાત્રામાં તેમનો હાથ પકડીને ચાલતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં બંનને એકબીજાને ગળે મળે છે, તે પણ જોઈ શકાય છે. આજે બપોરે લગભગ 3 વાગ્યે યાત્રા શરૂ થયા બાદ સિદ્ઘુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહ રાહુલ ગાંધીની સાથે થોડો સમય ચાલ્યા.
આ પણ વાંચો: Video : વર્ષ 2024માં નરેન્દ્ર મોદી જ ફરી દેશના વડાપ્રધાન બનશે: અમિત શાહ
ભારત જોડો યાત્રામાં પહોંચેલા બલકૌર સિંહે કહ્યું કે તેમને તમામ લોકોનો સહારો મળ્યો છે. તેમનો દિકરો વહેલો આ દુનિયામાંથી ચાલ્યો ગય પણ લોકો તેમના પારિવારિક સભ્ય બનેલા છે. જેનો સહારો તેમને મળી રહ્યો છે.
ગયા વર્ષે 29મી મેએ જાણીતા પંજાબી સિંગર સિદ્ઘુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલામાં તેમના પિતરાઈ ભાઈ અને એક મિત્ર પણ ઘાયલ થયા હતા. રિપોર્ટસ મુજબ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય અંકિત સિરસાએ મૂસેવાલા પર ગોળીઓ વરસાવી હતી. અટોપ્સી રિપોર્ટથી જાણી શકાયું હતું કે તેમને 19 ગોળીઓ વાગી હતી અને હુમલાની 15 મિનિટ બાદ તેમનું મોત થયું હતું.