Punjab Train Accident : પેસેન્જર ટ્રેનની અડફેટે ચાર બાળકો, ત્રણનાં મોત, એક ઈજાગ્રસ્ત

Punjab Train Accident : પોલીસે જણાવ્યું કે, આ ઘટના ત્યારે બની જ્યારે પરપ્રાંતિય મજૂરોના ચાર બાળકો સતલુજ નદી પરના પુલ પાસે રેલવે ટ્રેક પાસે રમતા હતા. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં એક બાળક ઈજાગ્રસ્ત થયો છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Punjab Train Accident : પેસેન્જર ટ્રેનની અડફેટે ચાર બાળકો, ત્રણનાં મોત, એક ઈજાગ્રસ્ત
Panjab train accident
| Edited By: | Updated on: Nov 28, 2022 | 6:29 AM

પંજાબના રૂપનગર જિલ્લામાં રવિવારે શ્રી કિરતપુર સાહિબ પાસે પેસેન્જર ટ્રેનની ટક્કરથી ત્રણ બાળકોના મોત થયા હતા. આ માહિતી પોલીસે આપી હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે પરપ્રાંતિય મજૂરોના ચાર બાળકો સતલુજ નદી પરના પુલ પાસે રેલવે ટ્રેક પાસે રમતા હતા. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં એક બાળક ઈજાગ્રસ્ત થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે બાળકોની ઉંમર સાતથી 11 વર્ષની વચ્ચે છે.

એક પોલીસ અધિકારી જગજીત સિંહે જણાવ્યું કે, ટ્રેનની અડફેટે ત્રણ બાળકોના મોત થયા છે. અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયું હતું સાથે જ ચોથા બાળકની સારવાર ચાલી રહી છે. તેણે કહ્યું કે, બાળકો અહીં ઝાડમાંથી ફળ ખાવા આવ્યા હતા અને તેમને ખબર ન હતી કે તેમની નજીક ટ્રેન આવી રહી છે.

કેપ્ટને દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

આ ઘટના બાદ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો હતો અને રાજ્ય સરકારને મૃતકોના પરિવારોને “યોગ્ય વળતર” આપવા વિનંતી કરી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું, “આજે શ્રી કિરતપુર સાહિબ પાસે પેસેન્જર ટ્રેનની અડફેટે 4 બાળકોના કચડી જવાના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો, જેમાંથી 3ના ઘટનાસ્થળે જ મોત થયા. મારી સંવેદના પરિવાર સાથે છે અને હું પંજાબ સરકારને પરિવારોને યોગ્ય વળતર આપવા વિનંતી કરું છું.

ભૂલવા ઈચ્છવા છતાં નથી ભૂલાતી અમૃતસર ટ્રેન દુર્ઘટના

પંજાબમાં ટ્રેનની અડફેટે આવી જવાની આ પહેલી ઘટના નથી. 2018માં 19 ઓક્ટોબરે ટ્રેન અકસ્માતમાં 61 લોકોના મોત થયા હતા. અમૃતસરમાં દેશને હચમચાવી દેનારા આ અકસ્માતમાં 77 લોકો ઘાયલ થયા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે અહીં ટ્રેનના પાટા પાસેના મેદાનમાં સામાન્ય લોકોની મોટી ભીડ રાવણ દહન જોઈ રહી હતી. કહેવાય છે કે જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે મેદાનમાં 300 લોકો હતા અને મોટી સંખ્યામાં લોકો ટ્રેનના પાટા પર ઉભા હતા. ટ્રેનના આગમન માટે કોઈ સિગ્નલ મળ્યું ન હતું અને હાઇ સ્પીડ ટ્રેને 100થી વધુ લોકોને કચડી નાખ્યા હતા.

(એજન્સી ઇનપુટ)